પાટડીનાં દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના સહયોગથી પાટડી તાલુકાના 15 ગામોની 200 જેટલી મહિલાઓ આખા વર્ષનાં માત્ર ઉનાળાનાં ત્રણ મહિનામાં જ 3100 મણ લીંબોળી એકત્ર કરી 5,07,200 રૂ.ની કમાણી કરી હતી. રણકાંઠાની મહિલાઓ દ્વારા સૂકવેલી આ લીંબોળી સાત સમંદર પાર દુબઇ, કુવૈત સહિત અરબનાં દેશોમાં પહોંચી છે.
કોવિડ જોખમ / સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ 38.6 લાખ લોકોનો લીધો ભોગ
‘અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નડતો નથી’ એ ઉક્તિને રણકાંઠાની મહિલાઓએ સાર્થક કરી બતાવી છે. આજે મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની નામના મેળવી રહી છે. રણકાંઠાની મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા દર્શક મહિલા આજીવિકા પુન:સ્થાપના કાર્યક્રમ અંતર્ગત પાટડી તાલુકાના વાલેવડા, મેરા, બુબવાણા, એરવાડા અને નાવીયાણી સહિતના આજુબાજુના 15 ગામોંની અંદાજે 200 જેટલી મહિલાઓએ ઉનાળુ વેકેશનના એપ્રિલ, મે અને જૂન માસમાં ગામે ગામના લીમડાના ઝાડે ફરી કુલ 3100 મણ લીંબોળી એકત્ર કરાવી રૂ. 5,07,200ની વિક્રમજનક કમાણી કરી નામના મેળવી છે.
રાજકારણ / CM રૂપાણીનું મોટું નિવેદન- વર્ષ 2022 સુધી મંત્રીમંડળમાં નહી થાય કોઇ ફેરફાર
જેમાં બનાસકાંઠાના ભાભરના સ્થાનિક વેપારીઓના સહકારથી રણકાંઠાની મહિલાઓએ એકત્ર કરેલી લીંબોળી વેચવામાં સફળતા મેળવી હતી અને ગરીબ મહિલાઓને રોજગાર આપવાના પરિમલભાઇ દેસાઇએ મૈત્રી ટ્રસ્ટ દ્વારા બહેનો પાસેથી રોકડ ભાવ આપી લીંબોળી ખરીદવા એક લાખ રૂ.ની વગર વ્યાજની લોન આપી રણકાંઠાની મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ લીંબોળી રાસાયણિક ખાતરમાં, ગૃહ ઉદ્યોગમાં સાબુ અને શેમ્પુ બનાવવામાં અને પ્રેસ્ટીસાઇડ બનાવવામાં ખુબ ઉપયોગી બને છે.
લીંબોળીનું તેલ અરબ દેશોમાં જાય છે
આ અંગે પાટડી દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના જયેશભાઇ રાવલે જણાવ્યું કે, 20 કિલો લીંબોળી સુકવ્યા બાદ અઢીથી ત્રણ કિલો ઘટીને 17 થી 17.5 મણ થઇ જાય છે. આ લીંબોળીનું તેલ દુબઇ, કુવૈત સહિતના આરબના દેશોમાં જાય છે.
સુરત / પાંડેસરાનાં સરસ્વતી આવાસમાં સ્લેબ થયો ધરાશાયી, 8 માસની બાળકીનું મોત
મહિલાઓને 20 કિલો લીંબોળીનાં 160 રૂપિયા મળ્યા
ઉનાળા વેકેશનમાં કે જ્યારે કોઇ જ મજૂરી કામ હોતું નથી એ સમયે એપ્રિલ, મે અને જૂન માસમાં અમેં ગામડે ગામડે ફરી લિંબડાના ઝાડ પરથી લીંબોળી એકત્ર કરી અને સુકવીને રૂ. 160 લેખે મણના ભાવે વેચીને સારી કમાણી કરી હતી.