Not Set/ Xiaomi અને Oppo ફેકટરીના 200 કર્મચારીઓનો આરોપ, નોટીસ વગર ધકેલી મુકાયા

નોઈડાનાં સેક્ટર 63ની એક ઘટના સામે આવી છે જેમાં Hipad Technology India કંપનીના 1200 જેટલાં વર્કર્સ દ્વારા કંપનીની ફેક્ટરી પર પથ્થરમારો કરાયો હતો. આ કંપની ચાઈનિઝ સ્માર્ટફોન બનાવે છે જેમાં Xiaomi and Oppo ફોન શામેલ છે. આ હિંસા પાછળનું કારણ એવું હતું કે, 200 જેટલાં કંપનીનાં કર્મચારીઓને નોટીસ આપ્યા વગર નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે. […]

Top Stories
102339572 455475192.530x298 e1510661023123 Xiaomi અને Oppo ફેકટરીના 200 કર્મચારીઓનો આરોપ, નોટીસ વગર ધકેલી મુકાયા

નોઈડાનાં સેક્ટર 63ની એક ઘટના સામે આવી છે જેમાં Hipad Technology India કંપનીના 1200 જેટલાં વર્કર્સ દ્વારા કંપનીની ફેક્ટરી પર પથ્થરમારો કરાયો હતો. આ કંપની ચાઈનિઝ સ્માર્ટફોન બનાવે છે જેમાં Xiaomi and Oppo ફોન શામેલ છે.

આ હિંસા પાછળનું કારણ એવું હતું કે, 200 જેટલાં કંપનીનાં કર્મચારીઓને નોટીસ આપ્યા વગર નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે. પોલીસ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

UP Police 0 Xiaomi અને Oppo ફેકટરીના 200 કર્મચારીઓનો આરોપ, નોટીસ વગર ધકેલી મુકાયા
200 Xiaomi, Oppo factory workers claim being fired without notice

કંપનીનાં બિલ્ડીંગ અને ફેક્ટરી પર કર્મચારીઓએ પથ્થરો ફેકીને વિરોધ દર્શાવ્યો હતો. જોકે આ બાબતે કંપની દ્વારા કોઈ ઓફીશીયલ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી એવું પોલીસ સુપરીન્ટેન્ડન્ટ સુધા સિંહે જણાવ્યું હતું.

કંપનીનું કહેવું છે કે, તેઓ આ કર્મચારીઓને ટ્રેનીગ માટે મોકલવાનાં હતા. જેની સીધી માહિતી કર્મચારીઓને આપવામાં આવી ન હતી પરંતુ વેન્ડરને જણાવવામાં આવ્યું હતું. લેબર કમિશનરે આ મુદે વાત કરતાં કહ્યું કે, આ બાબતને મિસઅન્ડરસ્ટેન્ડિંગ તરીકે ગણાવી છે કે જે કંપની, વેન્ડર અને કર્મચારીઓ વચ્ચે થઇ હોય શકે છે.