Not Set/ 2008માં માલેગાવ બ્લાસ્ટ આરોપી કર્નલ શ્રીકાંત પુરોહિતને સોમવારે જામીન મળ્યા

2008મા થયેલ માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપી પૂર્વ મિલિટરી ઇંટેલીજન્સ ઓફિસર લેફ્ટિનેંટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત 9 વર્ષ બાદ બુધવારે જેલમાંથી બહાર આવ્યા… સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ સ્પેશ્યલ એનઆઇ કોર્ટ એ મંગળવારે તેમના રિલીસ ઑર્ડર જાહેર કર્યા હતા… પુરોહિત જેલમાંથી બહાર નીકળે તે પહેલાં નવી મુંબઇ સ્થિત તાલોજા જેલની બહાર સેનાની ગાડીઓ પહોંચી હતી… પુરોહિતને […]

India
vlcsnap error044 2008માં માલેગાવ બ્લાસ્ટ આરોપી કર્નલ શ્રીકાંત પુરોહિતને સોમવારે જામીન મળ્યા

2008મા થયેલ માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપી પૂર્વ મિલિટરી ઇંટેલીજન્સ ઓફિસર લેફ્ટિનેંટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત 9 વર્ષ બાદ બુધવારે જેલમાંથી બહાર આવ્યા… સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ સ્પેશ્યલ એનઆઇ કોર્ટ એ મંગળવારે તેમના રિલીસ ઑર્ડર જાહેર કર્યા હતા… પુરોહિત જેલમાંથી બહાર નીકળે તે પહેલાં નવી મુંબઇ સ્થિત તાલોજા જેલની બહાર સેનાની ગાડીઓ પહોંચી હતી… પુરોહિતને મળેલ જામીનની સાથે કેટલીક શરતો પણ જોડવામાં આવી છે. તેઓ કોર્ટના આદેશ વગર દેશ છોડી શકશે નહીં. તેમનો પાસપોર્ટ કોર્ટની પાસે જમા રહેશે. જો કોર્ટની તરફથી નિર્દેશ મળશે તો જ પુરોહિતને રજૂ થવું પડશે… આ ઉપરાંત તપાસના સંદર્ભમાં એનઆઇએની મદદ પણ કરવી પડશે… જેલમાંથી છૂટવાના એક દિવસ પહેલાં જ કર્નલ પુરોહિતે કહ્યું હતું કે જેલમાં 9 વર્ષ રહેવું પડ્યું એના માટે હું બીજા કોઇને નહીં પણ મારા નસીબને દોષ આપું છું. પુરોહિતે કેસ સાથે જોડાયેલ કોઇપણ માહિતી આપવાની ના પાડી દીધી હતી. કર્નલને ખબર નથી કે તેમનું હવે કયાં પોસ્ટિંગ થશે. તેમણે કહ્યું કે પહેલાં તેઓ પોતાના ઘરે જશે, પછી જોશે. મારા માટે પોસ્ટ કંઇ જ અગત્યની નથી, બસ હું તો માત્ર મારા કામને શ્રેષ્ઠ રીતે રજૂ કરવાની કોશિશ કરીશ.