Not Set/ 2017 વિધાનસભાની ચૂંટણીના પડઘમ

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં નક્કી કરેલા 150 બેઠકોનો લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ભાજપે કમર કસી છે. પક્ષના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહને ત્યાં ગુરુવારે એક બેઠક મળી હતી જેમાં રાજ્યને ચાર ઝોનમાં વહેંચીને દરેક ઝોનની જવાબદારી કેન્દ્રિય નેતાઓને સોંપવાનો નિર્ણય લેવાયો છે. અમિત શાહને ત્યાં મળેલી બેઠકમાં અરુણ જેટલી, નિર્મલા સીતારામ, પી. પી. ચૌધરી, ડો. જીતેન્દ્રસિંહ, […]

India
BJP 1 2017 વિધાનસભાની ચૂંટણીના પડઘમ

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં નક્કી કરેલા 150 બેઠકોનો લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ભાજપે કમર કસી છે. પક્ષના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહને ત્યાં ગુરુવારે એક બેઠક મળી હતી જેમાં રાજ્યને ચાર ઝોનમાં વહેંચીને દરેક ઝોનની જવાબદારી કેન્દ્રિય નેતાઓને સોંપવાનો નિર્ણય લેવાયો છે. અમિત શાહને ત્યાં મળેલી બેઠકમાં અરુણ જેટલી, નિર્મલા સીતારામ, પી. પી. ચૌધરી, ડો. જીતેન્દ્રસિંહ, નરેન્દ્ર તોમર તેમજ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા.

આ બેઠકમાં ગુજરાતની ચૂંટણીમાં વિજ્ય પ્રાપ્ત કરવા માટેની બ્લુ પ્રીન્ટ રજૂ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યને ચાર ઝોનમાં વેંચી દેવામાં આવ્યુ છે જેમાં સોરાષ્ટ્રની જવાબદારી નિર્મલા સીતારામનને, મધ્ય ગુજરાતની જવાબદારી નરેન્દ્ર તોમરને, ઉત્તર ગુજરાતનીમાં પી. પી. ચૌધરી તેમજ દક્ષિણ ગુજરાતની જવાબદારી ડો. જીતેન્દ્રસિંહને સોપવામાં આવી છે.
જ્યારે પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં આ ચાર નેતાઓ પાર્ટીના પ્રચાર અને ચૂંટણી જીતવા માટેની કામગીરી હાથ ધરશે. આ ચાર ઝોનમાં થતી કામગીરી અંગેની જાણકારી તેમજ ચર્ચાને સમયાંતરે, મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી તેમજ અમિત શાહ સાથે કરવા માટેની જવાબદારી ભૂપેન્દ્ર યાદવની રહેશે. વાઘાણીએ જણાવ્યું કે, ભાજપને 150નો ટાર્ગેટ પૂર્ણ કરવામાં માટે આ વખતે આદિવાસી સીટો તરફ પણ નજર નાખી છે.