Not Set/ 2021 માં વાયબ્રન્ટ સમિટ યોજવાની તેયારીનાં ભાગરૂપે CM રૂપાણી આજે દેશનાં ઉદ્યોગકારનો કરશે સંબોધન

  ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દેશભરનાં ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સંબોધન 2021 માં વાયબ્રન્ટ સમિટ યોજવાની તૈયારીનાં ભાગરૂપે હશે. વિજય રૂપાણી આજે વેબિનાર મારફતે 2000 ઉદ્યોગકારોને સંબોધન કરશે. ઉપરાંત તાજેતરમાં જાહેર કરાયેલી નવી ઉદ્યોગ નીતિનાં લાભો વિશે માહિતગાર કરશે. રાજ્યમાં મૂડીરોકાણ આકર્ષવાના ઉદ્દેશ સાથે સરકાર દર બે વર્ષે વાયબ્રન્ટ સમીટ યોજે છે, જેમા દેશ- […]

Uncategorized
67e47b5f643e4203d950acebebaeb1cf 2021 માં વાયબ્રન્ટ સમિટ યોજવાની તેયારીનાં ભાગરૂપે CM રૂપાણી આજે દેશનાં ઉદ્યોગકારનો કરશે સંબોધન
 

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દેશભરનાં ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સંબોધન 2021 માં વાયબ્રન્ટ સમિટ યોજવાની તૈયારીનાં ભાગરૂપે હશે.

વિજય રૂપાણી આજે વેબિનાર મારફતે 2000 ઉદ્યોગકારોને સંબોધન કરશે. ઉપરાંત તાજેતરમાં જાહેર કરાયેલી નવી ઉદ્યોગ નીતિનાં લાભો વિશે માહિતગાર કરશે. રાજ્યમાં મૂડીરોકાણ આકર્ષવાના ઉદ્દેશ સાથે સરકાર દર બે વર્ષે વાયબ્રન્ટ સમીટ યોજે છે, જેમા દેશ- વિદેશનાં ઉદ્યોગપતિઓ, પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી 11:00 ઇન્ટરેક્ટિવ સ્ટેશનમાં જોડાશે. રાજ્યનાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને અધિક મુખ્ય સચિવ ઉદ્યોગ એમ કે દાસ પણ આ કાર્યક્રમમાં જોડાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્ય સરકારની ઔધોગિક નીતિથી તમામ ઉદ્યોગકારોને માહિતી આપશે. આપને જણાવી દઇએ કે, કોરોનાની મહામારી વચ્ચે પણ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ વિભાગનાં વાઇબ્રન્ટ સમિટને તૈયારીઓ કરવા સૂચના આપી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.