Not Set/ રાજ્યમાં ૫ વર્ષમાં ૨૧૦૩ હત્યાઓ, સુરેન્દ્રનગર No. ૧

અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીઓનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. સરકારના ક્રાઈમ ઘટ્યો હોવાના દાવા જુઠ્ઠા સાબિત થયા છે. વિધાનગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજયના ક્રાઈમ રેટની હકિકત પ્રકાશમાં આવી છે. ગુજરાતમાં  છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૨૧૦૩ ૪૨૫ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. જેમાં સૌથી વધુ વર્ષ-૨૦૧૪-૧૫માં હત્યાની ૪૮૧ જેટલી ઘટના પોલીસને  ચોપડે નોધાઈ […]

Gujarat Others
522891 murder 1 રાજ્યમાં ૫ વર્ષમાં ૨૧૦૩ હત્યાઓ, સુરેન્દ્રનગર No. ૧

અમદાવાદ,

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીઓનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. સરકારના ક્રાઈમ ઘટ્યો હોવાના દાવા જુઠ્ઠા સાબિત થયા છે.

વિધાનગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજયના ક્રાઈમ રેટની હકિકત પ્રકાશમાં આવી છે. ગુજરાતમાં  છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૨૧૦૩ ૪૨૫ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. જેમાં સૌથી વધુ વર્ષ-૨૦૧૪-૧૫માં હત્યાની ૪૮૧ જેટલી ઘટના પોલીસને  ચોપડે નોધાઈ છે.

જયારે જિલ્લા પ્રમાણે બનેલી હત્યાની ઘટનાઓમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૫૫૧ લોકોની હત્યા થઈ હતી. વિધાનસભામાં  જાહેર થયેલી વિગતો પ્રમાણે, વર્ષ ૨૦૧૩-૧૪માં ૪૨૫ લોકોને કોઈના કોઈ કારણોસર હત્યા થઈ હતી.

આ સિવાય વર્ષ ૨૦૧૪-૧૫માં ૪૮૧, વર્ષ ૨૦૧૫-૧૬માં  ૪૪૫, વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૭૮ તેમજ વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૭૪ લોકોની હત્યા થઈ હતી. મહત્વનું છે કે, સુરેન્દ્રનગર જિલ્લો ક્રાઈમ રેટમાં સૌથી ટોચના સ્થાને આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ જિલ્લામાં કુલ ૫૫૧ હત્યાની ઘટનાઓ હતી. જેમાં વર્ષ ૨૦૧૩-૧૪માં ૮૮, વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૭૨, વર્ષ  ૨૦૧૫-૧૬માં ૧૦૧, વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૮ તથા વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૧૨ લોકોને હત્યા થઈ હતી.

વર્ષ હત્યા 
૨૦૧૩-૧૪ ૪૨૫
૨૦૧૪-૧૫ ૪૮૧
૨૦૧૫-૧૬ ૪૪૫
૨૦૧૬-૧૭ ૩૭૮
૨૦૧૭-૧૮ ૩૭૪
કુલ હત્યા  ૨૧૦૩

હત્યાની વિગતો ૨૦૧૩-૧૪ ૪૨૫, ૨૦૧૪-૧૫ ૪૮૧, ૨૦૧૫-૧૬ ૪૪૫, ૨૦૧૬-૧૭ ૩૭૮, ૨૦૧૭-૧૮ ૩૭૪ કુલ ૨૧૦૩ હત્યા થઇ છે.