NPS/ નેશનલ પેન્શન સિસ્ટમના સબસ્ક્રાઈબર્સમાં થયો અધધ વધારો, આંકડો 5.2 કરોડને પાર

કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરેલા આ આંકડાઓને આધારે અટલ પેન્શન યોજના હેઠળ પ્રબંધિત પેન્શન રકમ આ અવધિમાં 7.36 લાખ કરોડ રૂપિયા…

Business
નેશનલ પેન્શન સિસ્ટમના સબસ્ક્રાઈબર્સમાં થયો અધધ વધારો

કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડાઓને આધારે નેશનલ પેન્શન સિસ્ટમની યોજનાઓ હેઠળ કુલ સબસ્ક્રાઈબરોની સંખ્યા માર્ચ 2022ના અંત સુધી 5.2 કરોડ પર પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે આ સંખ્યા માર્ચ 2021માં 4.24 કરોડ હતી. એક પ્રકારે જોવામાં આવે તો પેન્શન સિસ્ટમના સબસ્ક્રાઈબર્સ બેઝમાં વર્ષિય આધાર પર 22.58 ટકાનો વધારો નોંધાયો છે.

કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરેલા આ આંકડાઓને આધારે અટલ પેન્શન યોજના હેઠળ પ્રબંધિત પેન્શન રકમ આ અવધિમાં 7.36 લાખ કરોડ રૂપિયા પર રહી છે જેમાં વર્ષના આધાર પર 27.43 ટકા વધારો જાવા મળ્યો છે. આ આંકડાઓને આધારે અટલ પેન્શન યોજના હેઠળ આવનારા સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં માર્ચ 2021માં 2.80 કરોડથી વધીને માર્ચ 2022ના અંત સુધી 3.62 કરોડ પર પહોંચી ગઈ છે. આ અવધિમાં વર્ષિય આધાર પર 29.33 ટકા વધારો નોંધાયો છે.

નાણા મંત્રાલયના આ આંકડાઓ મુજબ માર્ચ 2022 સુધી NPS વિભિન્ન યોજનાઓ હેઠળ સૌથી વધારે સબસ્ક્રીઈબર્સ અટલ પેન્શન યોજનાના હતા. આ અવધિમાં અટલ પેન્શન યોજનાઓના સબ્સ્ક્રાઈબરોની સંખ્યા 3.62 કરોડ હતી જ્યારે સ્ટેટ ગવર્મેન્ટના સબસ્ક્રાઈબરોની સંખ્યા 55.77 લાખ અને NPS Lite ના સબસ્ક્રાઈબર્સ બેઝ 41.87 લાખનો રહ્યો હતો. જેમાં 22.84 લાખ સબ્સ્ક્રાઈબર સેન્ટ્રલથી સંબધિત હતા. 14.40 લાખ કોર્પોરેટ સેક્ટરથી હતા. તો બીજી તરફ 22.92 લાખ સબસ્ક્રાઈબર ઓલ સીટિઝન સેક્ટર સંબધિત હતા.

આ પણ વાંચો: લદ્દાખમાં નિર્માણાધિન પુલ ધરાશાયી થતાં 4 મજૂરોના મોત,બેની હાલત ગંભીર

આ પણ વાંચો: કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને કર્યો ઠાર,સર્ચ ઓપરેશન શરૂ

આ પણ વાંચો: RRR ફિલ્મની કમાણી 1 હજાર કરોડને પાર,ભારતની ત્રીજી ફિલ્મ આ કલબમાં સામેલ

આ પણ વાંચો: માયાવતીએ રાહુલ ગાંધીના નિવેદન પર કર્યો પલટવાર,મને મુખ્યમંત્રી બનવાની કોઇ ઓફર કોંગ્રેસે કરી ન હતી