Not Set/ રાહુલે ગાંધીએ વિદેશ જઇને દેશનું નામ ખરાબ કરવાનું કામ કર્યું : ભાજપ

દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જર્મનીના હેમ્બર્ગમાં આપવામાં આવેલ ભાષણમાં બેરોજગારીને આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જાડવાને લઈને ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ મોદી સરકારની નીતિઓની ટીકા કરતા આરોપ લગાવ્યો હતો કે વિકાસની પ્રક્રિયામાં આદિવાસીઓ, દલિતો અને અલ્પસંખ્યકોને બહાર રાખવામાં આવી રહ્યા છે, જેના ખતરનાક પરિણામ આવશે. Basic idea is that […]

Top Stories India
rahul sambit રાહુલે ગાંધીએ વિદેશ જઇને દેશનું નામ ખરાબ કરવાનું કામ કર્યું : ભાજપ

દિલ્હી,

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જર્મનીના હેમ્બર્ગમાં આપવામાં આવેલ ભાષણમાં બેરોજગારીને આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જાડવાને લઈને ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ મોદી સરકારની નીતિઓની ટીકા કરતા આરોપ લગાવ્યો હતો કે વિકાસની પ્રક્રિયામાં આદિવાસીઓ, દલિતો અને અલ્પસંખ્યકોને બહાર રાખવામાં આવી રહ્યા છે, જેના ખતરનાક પરિણામ આવશે.

રાહુલના આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આઈએસઆઈએસ ની સ્થાપનાને ન્યાયસંગત જાહેર કરવાની વાત સાંભળીને હું ભયભીત છું. આ ઉપરાંત રાહુલ એ પણ જણાવી રહ્યા છે કે જો મોદીજી દેશને કોઈ વિઝન નથી આપતા તો કોઈ અન્ય (આઈએસઆઈએસ) આ કામ કરી દેશે…અવિશ્વસનિય…શું તે પીએમ પદના ઉમેદવાર છે?

ભાજપ પ્રવક્તાએ જણાવ્યુ કે, હેમ્બર્ગમાં થયેલ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ 23 દેશોના પ્રતિનિધિઓ સામે કેટલાક વિષયો પર પોતાની વાત રજુ કરી. આ દરમિયાન તેમણે આઈએસઆઈએસ ની સ્થાપનાને પણ યોગ્ય હોવાનો દર્શાવવાનો પ્રયત્ન કર્યો. સંબિત પાત્રાએ આકરા શબ્દોમાં જણાવ્યુ કે, રાહુલ ગાંધીએ વિદેશમાં દેશનુ નામ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ કરવા માટે રાહુલ ગાંધીને માફ ન કરી શકાય.