Dilhi Police/ 23 વર્ષની અમેરિકન યુવતીનું થયું અપહરણ, યાહૂથી મદદ, વોટ્સએપથી લીડ, પોલીસે 24 કલાકમાં આ રીતે ઉકેલ્યો કેસ

નવી દિલ્હીમાં અપહરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો જેણે સ્થાનિક પોલીસ તેમજ યુએસ એમ્બેસીને મુશ્કેલીમાં મુકી દીધી. ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં યુએસ એમ્બેસીએ તાજેતરમાં 23 વર્ષની અમેરિકન યુવતીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી

Top Stories India
5 2 23 વર્ષની અમેરિકન યુવતીનું થયું અપહરણ, યાહૂથી મદદ, વોટ્સએપથી લીડ, પોલીસે 24 કલાકમાં આ રીતે ઉકેલ્યો કેસ

નવી દિલ્હીમાં અપહરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો જેણે સ્થાનિક પોલીસ તેમજ યુએસ એમ્બેસીને મુશ્કેલીમાં મુકી દીધી. ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં યુએસ એમ્બેસીએ તાજેતરમાં 23 વર્ષની અમેરિકન યુવતીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જયારે  પોલીસે, વિલંબ કર્યા વિના હાઇટેક રીતે તપાસ કરીને, 24 કલાકમાં છોકરીને સુરક્ષિત રીતે બચાવી લીધી. અપહરણના આ કેસમાં એવા અનેક ઘટસ્ફોટ થયા છે જેણે ઉચ્ચ અધિકારીઓને પણ ચોંકાવી દીધા હતા. જાણો આ અપહરણની સંપૂર્ણ સ્ટોરી…

માતાને કરી હતી વાત

અમેરિકન યુવતી ક્લો રેની 3 મેના રોજ દિલ્હી આવી હતી.તે દેશના ઘણા વિસ્તારોમાં ફરતી હતી. 9 જુલાઈના રોજ, તેણીએ યુએસ સિવિલ સર્વિસને મેઈલ કરીને જણાવ્યું હતું કે એક વ્યક્તિ દ્વારા તેણી પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. આ પછી 10 જુલાઈએ, તેણે વીડિયો કોલ કરીને તેની માતા સાન્દ્રાને ભૂતકાળની વાત કરી.

જ્યારે માતાએ તેની પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે એક યુવકે વીડિયો કોલ કાપી નાખ્યો. પરેશાન માતાએ સમય ગુમાવ્યો  વગર યુએસ એમ્બેસીનો સંપર્ક કરી આ બાબતે જાણ કરી. આ પછી યુએસ એમ્બેસીએ 15 જુલાઈના રોજ ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો.

પોલીસે વિલંબ કર્યા વિના આ એંગલ પર કર્યુ કામ

યુવતીના લોકેશનને ટ્રેસ કરવા માટે યુએસ સિટિઝન સર્વિસિસને ઈમેલ મોકલવા માટે યુવતી દ્વારા ઉપયોગમાં લેવાતા IP એડ્રેસ મેળવવા માટે પોલીસે Yahoo.comની મદદ લીધી હતી. આ સાથે જ દિલ્હી પોલીસે ઈમિગ્રેશન વિભાગ પાસેથી તેનું ઈમિગ્રેશન ફોર્મ પણ માંગ્યું હતું, જેમાં યુવતીએ તેના રહેઠાણનું સરનામું ખસરા નંબર 44 અને 45, ગ્રેટર નોઈડા આપ્યું હતું.

જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તે સરનામું રેડિસન બ્લુ હોટલનું હોવાનું બહાર આવ્યું.  પોલીસે ત્યાં પૂછપરછ કરી તો ખબર પડી કે આવી કોઈ યુવતીએ હોટલમાં ચેક-ઈન કર્યું નથી. આ પછી યુવતી જે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરતી હતી તેનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવામાં આવ્યું હતું.

પોલીસ આઈપી એડ્રેસ દ્વારા નાઈજીરિયન યુવક સુધી પહોંચી

વોટ્સએપ પરથી મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે પીડિતાએ વોટ્સએપ વીડિયો કોલ કરતી વખતે કોઈનો વાઈ-ફાઈ ડેટા લઈ લીધો હતો. આ પછી, પોલીસે આઈપી એડ્રેસ સાથે જોડાયેલા મોબાઈલ નંબર અને કોમન એપ્લીકેશન ફોર્મ (CAF)માં આપેલા વૈકલ્પિક મોબાઈલ નંબરની તપાસ કરી, ત્યારબાદ પોલીસે આ નંબરને સર્વેલન્સ પર મૂક્યો. તેના આધારે પોલીસે ગુરુગ્રામમાંથી 31 વર્ષીય નાઈજીરિયન યુવક ઓકોરોફોર ચિબુઈકે ઓકોરો ઉર્ફે રેચીને પકડી પાડ્યો હતો. આ મોબાઈલના આઈપી એડ્રેસનો ઉપયોગ કરીને યુવતીએ તેની માતાને વોટ્સએપ કોલ કર્યો હતો.

યુવકે કર્યો ચોંકાવનારો ખુલાસો

જ્યારે પોલીસે નાઈજીરિયન યુવકની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે યુવતી ઈમ્પેરિયા રેસિડેન્સી, ગ્રેટર નોઈડામાં રહેતી હતી. પોલીસે ત્યાં પહોંચીને યુવતીને શોધી કાઢી હતી. આ પછી જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી તો યુવતીએ જણાવ્યું કે તેણે પોતાના માતા-પિતાને ઈમોશનલી બ્લેકમેલ કરવા માટે પોતાનું અપહરણ કરવાની ખોટી સ્ટોરી બનાવી હતી.

પોલીસને તપાસમાં એ પણ જાણવા મળ્યું કે ગયા મહિને 6 જૂને તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી. તેણીએ ફેસબુક દ્વારા ઓકોરોફોર ચિબુઇકે ઓકોરો સાથે મિત્રતા કરી હતી અને ભારત આવ્યા બાદ તેની સાથે રહેતી હતી. એટલું જ નહીં, પોલીસે જણાવ્યું કે યુવકનો પાસપોર્ટ પણ એક્સપાયર થઈ ગયો છે. હવે માન્ય પાસપોર્ટ અને માન્ય વિઝા વિના લાંબા સમય સુધી ભારતમાં રહેવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બંને ગીતો ગાવાના શોખીન છે

પોલીસે જણાવ્યું કે યુવતી યુએસએ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે. તે વોશિંગ્ટન ડીસીમાં રહે છે. તેના પિતા યુએસ આર્મીમાં ઓફિસર હતા. તેને ગાવાનો શોખ છે. જયારે નાઇજિરિયન યુવક 2017 માં નેટવર્ક એડમિનિસ્ટ્રેટર કોર્સ કરવા માટે ભારત આવ્યો હતો. તેને ગાવાનો પણ શોખ છે. કોર્સ પૂરો કર્યા પછી તેણે સ્ટેજ શો કરવાનું શરૂ કર્યું. બંને ગીતો ગાવાના શોખીન છે, એટલે જ બંને ફેસબુકના માધ્યમથી મિત્રો બન્યા. પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે.