Not Set/  25 લાખ રૂપિયાની ખંડણી માટે નિવૃત તલાટીની હત્યા કરાઇ

મહેસાણા, મહેસાણામાં નિવૃત તલાટીનું અપહરણ કરીને તેની ગળુ દબાવીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે.પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે રીટાયર્ડ તલાટીની લાખો રૂપિયાની ખંડણી માટે હત્યા કરવામાં આવી છે. મહેસાણા શહેરમાં આવેલ શ્રીનગર સોસાયટીમં રહેતા ૬૧ વર્ષીય નિવૃત્ત તલાટી નવીનભાઈ પંચાલનો મૃતદેહ મહેસાણા નજીક શોભાસણ રોડ પરથી મળી આવ્યો હતો. કચરાના ઢગલામાં અર્ધબળેલી હાલતમાં મળી આવેલ […]

Gujarat
murder 1  25 લાખ રૂપિયાની ખંડણી માટે નિવૃત તલાટીની હત્યા કરાઇ

મહેસાણા,

મહેસાણામાં નિવૃત તલાટીનું અપહરણ કરીને તેની ગળુ દબાવીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે.પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે રીટાયર્ડ તલાટીની લાખો રૂપિયાની ખંડણી માટે હત્યા કરવામાં આવી છે. મહેસાણા શહેરમાં આવેલ શ્રીનગર સોસાયટીમં રહેતા ૬૧ વર્ષીય નિવૃત્ત તલાટી નવીનભાઈ પંચાલનો મૃતદેહ મહેસાણા નજીક શોભાસણ રોડ પરથી મળી આવ્યો હતો. કચરાના ઢગલામાં અર્ધબળેલી હાલતમાં મળી આવેલ આ મૃતદેહ પોલીસ માટે મોટુ કોયડુ બન્યો હતો. ત્યારે તપાસ દરમિયાન નવીનભાઈની હત્યા ગળુ દબાવીને કરાઈ હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

દરમિયાન મુંબઈની બ્રિજકેન્ડી હોસ્પિટલમાં ન્યુરોલોજીની ટ્રેનિંગ લઈ રહેલ નવીનભાઈ પંચાલના પુત્ર કેયુર પંચાલે પોતાના પિતાની લાશ ઓળખી બતાવી હતી. તેમજ ચોંકાવનારુ નિવેદન આપતા જણાવ્યુ હતું કે તેના પિતા નવીનભાઈ પંચાલનુ કોઈ અજાણ્યા શખ્સોએ અપહરણ કરી ૨૫ લાખની ખંડણી માંગી હતી.

મંગળવારે કેયુરના મોબાઇલ પર તેના પિતાના નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં દેશી ગુજરાતી ભાષામાં સામે છેડેથી બોલતા વ્યક્તિએ ધમકી આપતા કહ્યું હતું કે અમે તારા બાપાને ઉઠાવી લીધો છે. કાલ બપોરે 2 વાગ્યા સુધીમાં રૂ.25 લાખની સગવડ કરી રાખજે. પોલિસને જાણ કરતો નહીં

આ ફોન સાંભળતા ચોંકી ગયેલા કેયુરે તમે કોણ બોલો છો તમે મને ક્યાં મળશો તેવો સામે સવાલ કરતાં સામેવાળાએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

પિતાના અપહરણની જાણ થતાં જ પોલીસને જાણ કર્યાનું ખુલ્યું છે, ત્યારે અપહરણના ગણતરીના કલાકોમાં જ હત્યા થયાનું માનતી પોલીસે મોબાઇલ લોકેશનને આધારે તપાસ હાથ ધરી છે.