Not Set/ રાજકોટમાં બપોરે 12 સધીમાં નવા 25 પોઝિટિવ : કુલ 10402 કેસ : રિકવરી રેટ 91.70%થયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે તા. 24ના રોજ કોરોનાના કુલ 3296 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 83 કેસ પોઝિટિવ જોવા મળ્યા હતા. તે મુજબ પોઝિટીવ રેઈટ

Rajkot
અબડાસા 25 રાજકોટમાં બપોરે 12 સધીમાં નવા 25 પોઝિટિવ : કુલ 10402 કેસ : રિકવરી રેટ 91.70%થયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે તા. 24ના રોજ કોરોનાના કુલ 3296 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 83 કેસ પોઝિટિવ જોવા મળ્યા હતા. તે મુજબ પોઝિટીવ રેઈટ 2.51 % નોંધવામાં આવ્યો.  તેમજ ગઈકાલે શહેરની વિવિધ હોસ્પિટલોમાંથી સાજા થયા બાદ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 96 પર પહોંચી હતી.

આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમા 25 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમજ આજ સુધીના કુલ પોઝિટિવ કેસ 10402 પર પહોંચ્યા છે. તેમજ અત્યાર સુધીમાં હોસ્પિટલોમાંથી સારવાર બાદ સાજા થઈ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 9516 પર પહોંચી છે.આજ સુધીમાં રિકવરી રેઈટ 91.70 થયો છે. જ્યારે આજ સુધીમાં કુલ ટેસ્ટ 418226 થયા હોવાનું તેમજ પોઝિટિવિટી રેઈટ 2.48 % નોંધાયો હોવાનું મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…