Not Set/ 25 વર્ષોથી જામનગરમાં એકાંતરા જ આપાય છે પાણી, હવે તંત્ર લાવી રહ્યું છે આ સુવિધા

25 વર્ષોથી જામનગરમાં એકાતરા જ આપાય છે પાણી છતા 2002 થી 2018 સુધીમાં 273 કરોડનો ખર્ચ થયો JMCએ લોકોને દરોજ પાણી આપવા કમર કશી 254 કરોડનો માસ્ટર પ્લાન બનાવ્યો વિરોધપક્ષને નવી જાહેરાત ભ્રામક લાગી જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 25 વર્ષોથી શહેરીજનોને એક દિવસ છોડી દર બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. જેના કારણે લોકોએ […]

Top Stories Gujarat Others
save water campaign 3073457 835x547 m 25 વર્ષોથી જામનગરમાં એકાંતરા જ આપાય છે પાણી, હવે તંત્ર લાવી રહ્યું છે આ સુવિધા
  • 25 વર્ષોથી જામનગરમાં એકાતરા જ આપાય છે પાણી
  • છતા 2002 થી 2018 સુધીમાં 273 કરોડનો ખર્ચ થયો
  • JMCએ લોકોને દરોજ પાણી આપવા કમર કશી
  • 254 કરોડનો માસ્ટર પ્લાન બનાવ્યો
  • વિરોધપક્ષને નવી જાહેરાત ભ્રામક લાગી

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 25 વર્ષોથી શહેરીજનોને એક દિવસ છોડી દર બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. જેના કારણે લોકોએ વપરાશ માટેનું પાણી એક દિવસ અગાઉથી સંગ્રહ કરી રાખવાની ફરજ પડે છે. મહાનગરપાલિકા એ રૂપિયા 254 કરોડનો માસ્ટર પ્લાન બનાવી દરરોજ પાણી વિતરણ કરવા માટે કમ્મર કશી રહી છે. મહાનગરપાલિકાના માસ્ટર પલાન અંગે વિરોધપક્ષને અનેક સવાલ ઉઠ્યા છે. વર્ષ 2002 થી 2018 સુધીમાં અધધધ રૂપિયા 273 કરોડનો ખર્ચ કરવા છતા દરરોજ પાણી વિતરણના થતા વિરોધપક્ષને આ જાહેરાત ભ્રામક લાગી છે.

જામનગર રાજ્યનું એક માત્ર એવું મહાનગર હશે જેમાં છેલ્લા 25 વર્ષ થી શહેરીજનો ને મહાનગરપાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવામાં આવતું હોય…!! હવે રહી રહી ને તંત્ર એ રૂપિયા 254 કરોડ નો માસ્ટર પ્લાન બનાવી લોકો ને દરોજ પાણી આપવા કમર કશી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 25 વર્ષો થી શહેરીજનો ને નળ મારફત વિતરણ કરવા માં આવતું પાણી એક દિવસ છોડી દર બીજા દિવસે એટલે કે એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે, જેના કારણે લોકો એ રોજબરોજના વપરાશ માટે નું એક દિવસ નું પાણી અગાઉ થી સંગ્રહ કરી રાખવા ની ફરજ પડે છે.હવે મહાનગરપાલિકા એ રૂપિયા 254 કરોડ નો માસ્ટર પ્લાન બનાવી દરોજ પાણી વિતરણ કરવા કમ્મર કશી છે.

મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ માટે વર્ષ 2002 થી શરૂ કરી વર્ષ 2018 સુધી માં અધધધ…રૂપિયા 273 કરોડ નો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે જેમાં નવી પાઈલલાઈન, ફિલ્ટર પ્લાન્ટ, મશીનરી અને પાણી વિતરણ માં રોકાયેલ કર્મચારીઓ નો પગાર સામેલ છે આટલા ખર્ચ પછી પણ દરોજ પાણી વિતરણ ના થતા વિરોધપક્ષ ને આ નવી જાહેરાત પણ ભ્રામક લાગી રહી છે .

જામનગર મહાનગરપાલિકા સરકાર ના માસ્ટર પલાન અંગે સવાલ ઉભા કરે છે ત્યારે લોકસભા અને વિધાનસભા ની ચૂંટણી સમયે અને મહાનગરપાલિકા ની ચૂંટણી સમયે પણ આ પાણી વિતરણ નો મુદ્દો હંમેશા શાસક અને વિરોધપક્ષ વચ્ચે ઘર્ષણ ઉભું કરે છે. હવે આવનાર દિવસો માં જોવા નું એ રહે છે કે સાશકો નો માસ્ટર પલાન માસ્ટર સ્ટ્રોક સાબિત થાય છે કે સુરસુરીયું સાબિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન