ઉત્તરપ્રદેશ/ યુપી વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવા પર વિચાર કરો, હાઈકોર્ટેની વડાપ્રધાન અને ચૂંટણી કમિશનરને વિનંતી

ચૂંટણી રેલીઓમાં વધતી ભીડથી અલ્હાબાદ હાઈકોર્ટ પરેશાન છે. નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે વડા પ્રધાન અને ચૂંટણી કમિશનરને રેલીઓ યોજવા અને થોડા સમય માટે ચૂંટણી સ્થગિત કરવા અપીલ કરી.

Top Stories India
આસીત વોરા 1 8 યુપી વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવા પર વિચાર કરો, હાઈકોર્ટેની વડાપ્રધાન અને ચૂંટણી કમિશનરને વિનંતી

કોરોનાની ત્રીજી લહેર દરવાજે દસ્તક આપી રહી છે. ત્યારે દેશમાં ફરીએકવાર ચૂંટણી રેલી અને સભાઓમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. ચૂંટણી રેલીઓમાં વધતી ભીડથી અલ્હાબાદ હાઈકોર્ટ પરેશાન છે. નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે વડા પ્રધાન અને ચૂંટણી કમિશનરને રેલીઓ યોજવા અને થોડા સમય માટે ચૂંટણી સ્થગિત કરવા અપીલ કરી.

હાઈકોર્ટનું માનવું છે કે ચૂંટણી રેલીઓમાં ભેગી થનારી ભીડ કોરોનાના સંદર્ભમાં ખૂબ જ ઘાતક છે. હાઈકોર્ટે રેલીઓ યોજવા અંગે સૂચનો પણ આપ્યા છે. હાઈકોર્ટનું કહેવું છે કે તેને વર્ચ્યુઅલ માધ્યમથી કરવાનું વિચારવું જોઈએ.

હાઈકોર્ટે વડા પ્રધાન અને ચૂંટણી કમિશનરને વિનંતી કરી છે કે તેઓ ઓમિક્રોનના ફેલાવાને ધ્યાનમાં રાખીને આગામી વિધાનસભા ચૂંટણીને થોડા સમય માટે સ્થગિત કરે. કોર્ટે કહ્યું કે લોકોને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા માટે રાજકીય પક્ષોની ભીડ એકઠી કરતી ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. રાજકીય પક્ષોને ટીવી અને અખબારો દ્વારા પ્રચાર કરવા જણાવવું જોઈએ.

આ સાથે હાઈકોર્ટે વડા પ્રધાનને રાજકીય પક્ષોની ચૂંટણી સભાઓ અને રેલીઓને રોકવા માટે કડક પગલાં લેવા વિનંતી કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાને ચૂંટણી સ્થગિત કરવાનું વિચારવું જોઈએ.

ગુજરાત / શાળાઓ તો ચાલુ જ રહેશે : કોરોનાના કહેર વચ્ચે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન

Predictions / નવું વર્ષ વેરશે વિનાશ,બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી

Corona Cases / ઓમિક્રોનથી બચવા માટે આ દેશ વ્યક્તિને રસીના 4 ડોઝ આપશે