Not Set/ રાજકોટમાં નવા 286 કેસ,મનપા ફુડશાખાનાં સિ.ઇન્સ્પેક્ટર અને રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના શિષ્ય સમુદાયમાં રહેલા 9 મહાસતીજીઓ કોરોના સંક્રમિત

રાજકોટમાં કોરોનાની ઝપટે રોજ બરોજ શહેરના સામાન્ય લોકોથી અગ્રણીઓ ચડી રહ્યા છે.રાજકોટમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. દિવસેને દિવસે કેસની સંખ્યા અને મૃત્યુઆંક વધી રહ્યો છે. આજે બપોર સુધીમાં રાજકોટમાં નવા

Top Stories Gujarat
guru dev રાજકોટમાં નવા 286 કેસ,મનપા ફુડશાખાનાં સિ.ઇન્સ્પેક્ટર અને રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના શિષ્ય સમુદાયમાં રહેલા 9 મહાસતીજીઓ કોરોના સંક્રમિત

રાજકોટમાં કોરોનાની ઝપટે રોજ બરોજ શહેરના સામાન્ય લોકોથી અગ્રણીઓ ચડી રહ્યા છે.રાજકોટમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. દિવસેને દિવસે કેસની સંખ્યા અને મૃત્યુઆંક વધી રહ્યો છે. આજે બપોર સુધીમાં રાજકોટમાં નવા 286 કેસ નોંધાયા છે.રાજકોટ જિલ્લામાં વધુ 66ના મોત થયા છે જેને તંત્ર હજુ સુધી જાહેર કર્યા નથી. શહેરમાં કુલ કેસની સંખ્યા 29526 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 5079 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ મનપાના ફૂડ શાખાના સિનિયર ઇન્સ્પેક્ટર અમિત પંચાલ કોરોના સંક્રમિત બન્યા છે. તેઓ થોડા દિવસ પહેલા જ માસ્ક વગર કચેરીમાં આંટાફેરા મારતા કેમેરામાં કેદ થયા હતા. આ ઉપરાંત રાજકોટના રઘુવંશી અગ્રણી યોગેશભાઈ પુજારાનું દુઃખદ અવસાન થયું છે. જ્યારે રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના શિષ્ય સમુદાયમાં રહેલા 9 મહાસતીજીઓ કોરોનાથી સંક્રમિત થતાં સમગ્ર રાજકોટમાં ભયની લાગણી જોવા મળી રહી છે.

hotspot 12 રાજકોટમાં નવા 286 કેસ,મનપા ફુડશાખાનાં સિ.ઇન્સ્પેક્ટર અને રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના શિષ્ય સમુદાયમાં રહેલા 9 મહાસતીજીઓ કોરોના સંક્રમિત

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના શિષ્ય સમુદાયમાં રહેલા 9 મહાસતીજીઓ કોરોના સંક્રમિત

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબના શિષ્ય સમુદાય માં રહેલા મહાસતીજીઓ પરમ સંબોધીજી મહાસતીજી, પરમ મિત્રાજી મહાસતીજી, પરમ ઋતુજાજી મહાસતીજી, પરમ ઋષિતાજી મહાસતીજી, પરમ સમ્યકતાજી મહાસતીજી, પરમ પાવનતાજી મહાસતીજી, પરમ આરાધ્યાજી મહાસતીજી, પરમ આત્મીયાજી મહાસતીજી, પરમ શ્રુત પ્રિયાજી મહાસતીજી ને છેલ્લા થોડા સમયથી તાવ અને શરદી જેવા લક્ષણો જણાતા તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ગઈકાલે પોઝીટીવ આવ્યો છે. પરિસ્થિતિનો સ્વીકાર અને પ્રતિકૂળતાને આવકારવા ને માર્ગે ચાલનારા પરમ મહાસતીજીઓ રાજકોટમાં સાધના ભવન માં બિરાજમાન છે. જાપ અને પ્રાર્થનાના માધ્યમથી પરમ મહાસતીજીઓના નિરામય સ્વાસ્થ્ય માટે મંગલ ભાવના ભાવવા શ્રાવકોને વિનંતી કરવામાં આવી છે.

રઘુવંશી અગ્રણી યોગેશભાઈ પુજારાનું દુઃખદ અવસાન

yogesh pujara રાજકોટમાં નવા 286 કેસ,મનપા ફુડશાખાનાં સિ.ઇન્સ્પેક્ટર અને રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના શિષ્ય સમુદાયમાં રહેલા 9 મહાસતીજીઓ કોરોના સંક્રમિત

રાજકોટમાં રઘુવીર સેનાના પ્રમુખ તેમજ જાણીતા રઘુવંશી અગ્રણી સ્માઈલ કાર્ડ વાળા યોગેશભાઈ પુજારાનું કોરોના સબ દુઃખદ અવસાન થયું છે. તેઓ સમાજ સેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા.છેલ્લા કેટલાક દિવસથી તેઓ ગોકુલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. સારવાર દરમિયાન તેઓ પૂર્ણ સામે જંગ હારી ગયા હતા. અને તેઓનું નિધન થતાં સમગ્ર રઘુવંશી સમાજમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરનાર વધુ 19 ચા-પાનની દુકાન હોટલ સીલ

new seal rmc રાજકોટમાં નવા 286 કેસ,મનપા ફુડશાખાનાં સિ.ઇન્સ્પેક્ટર અને રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના શિષ્ય સમુદાયમાં રહેલા 9 મહાસતીજીઓ કોરોના સંક્રમિત

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે બપોર સુધીમાં ચેકિંગ દરમિયાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યુ તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહિત કુલ 19 વ્યવસાયિક એકમો સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.

ઓક્સિજન પરના દર્દીને 24 કલાકમાં 20 કિલો ઓક્સિજનની જરૂર

Untitled 280 રાજકોટમાં નવા 286 કેસ,મનપા ફુડશાખાનાં સિ.ઇન્સ્પેક્ટર અને રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના શિષ્ય સમુદાયમાં રહેલા 9 મહાસતીજીઓ કોરોના સંક્રમિત

રાજકોટમાં ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. આ માટે ખરેખર કેટલી જરૂરિયાત છે તે જાણવા માટે એનેસ્થેટિસ્ટ ડો. હેતલકુમાર વડેરાનો સંપર્ક કરાયો હતો. તેમણે કહ્યું હતું કે, દરેક દર્દીને ઓક્સિજન અને વેન્ટિલેટર મુજબ અલગ અલગ જથ્થાની જરૂર પડે છે પણ કુલ દર્દીઓ વચ્ચે એક અંદાજ લગાવીએ તો ઓક્સિજન પરના દર્દીને 24 કલાકમાં 20 કિલો જ્યારે વેન્ટિલેટર પર રખાય તો 80 કિલો જથ્થો જોઈએ. રાજકોટમાં 3116 દર્દી ઓક્સિજન સપોર્ટ, જ્યારે 586 વેન્ટિલેટર સહિત કુલ 3702 દર્દી ગંભીર છે.

હોમ આઈસોલેશનના દર્દીઓને ગણાયા નથી

home isolation

આ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત પ્રતિદિન સાથે ગણતા દૈનિક 109 ટન જથ્થો જોઈએ તેવું ગણતરીમાં સામે આવ્યું છે. માત્ર સરકારી અને ખાનગી હોસ્પિટલ કે જે માન્ય કરેલી છે અને મંજૂરી મેળવેલી તેના જ દર્દીઓને 110 ટન જોઈએ જ્યારે નર્સિંગ હોમ તેમજ હોમ આઈસોલેશનના દર્દીઓને તંત્રએ ગણતરીમાં જ ન લીધા હોય તેમ તે આંક જ બતાવ્યો નથી. બીજી તરફ માત્ર 3700 દર્દીઓ માટેના 110 ટન ઓક્સિજનના જથ્થા સામે અત્યાર સુધી 70 ટન જ ઓક્સિજન મળતો અને હવે 100 ટન મળવાનો માત્ર વાયદો કરાયો છે તેમાં પણ હોમ આઈસોલેશનના દર્દીઓને ગણાયા નથી.

ચૌધ૨ી હાઈસ્કૂલના મેદાનમાં 200 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાશે

ચા૨ દિવસ પહેલાં યુનિવસિટી ખાતે કોવીડ બેડની વ્યવસ્થા ઉભી ક૨વા માટે નિર્ણય ક૨વામાં આવ્યો હતો. એ હજુ ચાલું નથી થયું ત્યાં હવે ચૌધ૨ી હાઈસ્કૂલના મેદાનમાં પ્રથમ તબકકે 100 અને જ૨ પડયે વધા૨ાના 100 મળી એમ કુલ 200 ઓકિસજન બેડની વ્યવસ્થા ઉભી ક૨વામાં આવી ૨હી છે. જે બંન્ને કોવીડ સેન્ટ૨ોનું સંચાલન સિવીલ હોસ્પિટલ દ્રા૨ા ક૨વામાં આવશે. આ ઉપ૨ાંત સિવિલના બન્ર્સ વોર્ડ પાસે પ્રી ટ્રાઈ બેડની વ્યવસ્થા ઉભી ક૨વામાં આવી ૨હી છે. સિવિલમાં સા૨વા૨ લઈ ૨હેલાં દર્દીઓને જે ૨ીતે સમ૨સ અને કેન્સ૨ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે તેવી ૨ીતે અહીં ઓબઝર્વમાં ૨ાખી અહીંથી ડિસ્ચાર્જ ક૨વામાં આવશે તેમ સિવિલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. આ૨.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.

એક સપ્તાહનો સ્વયંભૂ બંધ પાડવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપીલ

તમામ વેપારી સંગઠનો સાથે ચેમ્બરે વિચાર–વિમર્શ કરી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉન જરૂરી હોવાની ચર્ચા–વિચારણા કરી હતી. કોરોનાની સ્થિતિ પણ ભયાનક છે અને વ્યાપાર ઉધોગ જગતની હાલત પણ સારી નથી. આવા સંજોગોમાં તમામ એસો.એ એવો સૂર વ્યકત કર્યેા હતો કે, ગુજરાત સરકાર જ રાજકોટમાં એક સાહનું લોકડાઉન જાહેર કરી દે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ સેગમેન્ટને બાદ રાખીને લોકડાઉન જાહેર કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી હતી. ઔધોગિક વસાહતો ચાલુ રહે અને બાકી સંપૂર્ણ લોકડાઉન રહે તેવો સૂર ઉઠયો હતો. આ તકે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, કોરોનાને બિલકુલ હળવાશથી લેવો નહીં અને વેપારીઓ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ સાબુ કે સેનેટાઈઝરથી હાથ ધોતા રહે તેમજ વેકિસન પણ અચૂકપણે લેવા માટે સર્વેને અપીલ કરી હતી. આ ઉપરાંત તમામ વેપારી એસોસિએશને પોતાની પરિસ્થિતિ મુજબ સ્વયંભૂ બધં પાળવા માટે પણ અપીલ કરી હતી.

Untitled 39 રાજકોટમાં નવા 286 કેસ,મનપા ફુડશાખાનાં સિ.ઇન્સ્પેક્ટર અને રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના શિષ્ય સમુદાયમાં રહેલા 9 મહાસતીજીઓ કોરોના સંક્રમિત