Not Set/ બુધવારે મોહાલીનાં આ મેદાન પર ભારત-દ.આફ્રિકા વચ્ચે રમાશે 2nd ટી-20, ટીમ ઈન્ડિયા માટે ખાસ છે આ મેદાન

ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ધર્મશાળામાં ત્રણ મેચની શ્રેણીની પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હવે બંને ટીમો પોતાની બાદશાહી સાબિત કરવાના આશયથી મોહાલીનાં પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનાં મેદાનમાં ઉતરશે. ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમ હજી તેની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. આ પહેલા દક્ષિણ […]

Top Stories Sports
બુધવારે મોહાલીનાં આ મેદાન પર ભારત-દ.આફ્રિકા વચ્ચે રમાશે 2nd ટી-20, ટીમ ઈન્ડિયા માટે ખાસ છે આ મેદાન

ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ધર્મશાળામાં ત્રણ મેચની શ્રેણીની પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હવે બંને ટીમો પોતાની બાદશાહી સાબિત કરવાના આશયથી મોહાલીનાં પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનાં મેદાનમાં ઉતરશે. ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમ હજી તેની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ભારતનાં પ્રવાસમાં ટી-20 મુકાબલો રમ્યો હતો, ત્યારે તેણે 2-0ની લીડ મેળવી હતી.

Image result for india vs south africa t20 AT MOHALI

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ મોહાલીમાં મેચ જીતીને પ્રોટિયાઝ ટીમ સામે વિજયનું ખાતું ખોલવાનો પ્રયત્ન કરશે. આપને જણાવી દઇએ કે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતેની મેચ ટોસ વિના જ રદ કરવામાં આવી હતી. શ્રેણીમાં 1-0 થી અજેય લીડ મેળવવા માટે બંને ટીમો મોહાલીમાં મેચ જીતવા માટે ટકરાશે. સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ બેંગલુરુનાં એમ ચિનાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. મોહાલીમાં ભારતીય ટીમનાં પ્રદર્શનની વાત કરીએ તો મોહાલીમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણુ શાનદાર રહ્યું છે. ટીમ અહીં 2009 અને 2016 ની વચ્ચે બે ટી-20 રમી હતી અને બંને મેચને જીતીને ટીમ ઈન્ડિયાએ ચાહકોને ખુશ કર્યા હતા.

મોહાલીનાં આ મેદાનથી જોડાયેલા અમુક રોચક તથ્યો

પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે 2009 થી 2016 ની વચ્ચે કુલ ચાર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. જેમા પ્રથમ બેટિંગ કરનારી ટીમે બે વખત બાજી મારી હતી. બે ટીમોએ લક્ષ્યનો પીછો કર્યો હતો. આ રીતે, પ્રથમ અને બીજી બેટિંગ કરનારી ટીમો 2-2 ની બરાબરી પર છે.

ભારતે મોહાલીમાં બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને બંને જીતી હતી. ટીમ ઈન્ડિયાએ 12 ડિસેમ્બર 2009 નાં રોજ શ્રીલંકાને અને વર્લ્ડ ટી-20 માં 27 માર્ચ 2016 નાં રોજ ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ હતુ. આ બંને મેચ 6 વિકેટે ભારત જીતી ગઈ હતી.

Image result for MOHALI match team india

Image result for MOHALI india vs srilanka t20

ભારતીય ક્રિકેટ ટીમે વતનમાં અત્યાર સુધીમાં એક વખત પણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં દક્ષિણ આફ્રિકાને પરાજિત કર્યું નથી. 2015 માં ધર્મશાલા અને કટકમાં બંને વચ્ચે મેચ રમાઇ હતી અને બંને પ્રોટિયાઝ ટીમે જીત્યા હતા. મોહાલીનાં આંકડાને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ ઘરમાં દક્ષિણ આફ્રિકા સામે જીતની શરૂઆત કરી શકે તેવી પૂરી સંભાવનાઓ છે.

મોહાલીમાં ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનાં નામે છે. કોહલીએ 27 માર્ચ, 2016 નાં રોજ ઓસ્ટ્રેલિયા સામે 51 બોલમાં 82 રનની અણનમ ઇનિંગ્સ રમી મેચ એક તરફી કર્યો હતી.

આ પહેલા પહેલી ટી-20માં વરસાદનાં કારણે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે ટોસ પણ થયો નહોતો અને મેચ રદ્દ કરવી પડી હતી. જુઓ તેના દ્રશ્યો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.