vadodra/ લક્ઝરી કારમાં દારૂની હેરાફેરી કરી રહેલ 3 બુટલેગરોની ધરપકડ

વડોદરાની હરણી પોલીસને તેમના બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે ન્યુ વીઆઇપી રોડ પર નીલ નંદન કોમ્પ્લેક્સ પાછળ આવેલી લક્ઝરી કારમાં દારૂની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે પોલીસે દારૂ સાથે 3 બુટલેગરોને નાકાબંધી કરી ધરપકડ કરી હતી.

Gujarat Vadodara
a 384 લક્ઝરી કારમાં દારૂની હેરાફેરી કરી રહેલ 3 બુટલેગરોની ધરપકડ

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં અહીં દારૂ સરળતાથી મળી રહે છે. હોમ ડિલિવરી પણ ફોન પર ઉપલબ્ધ છે. આ દરમિયાન અહીંના વડોદરાથી લક્ઝરી ગાડીમાં દારૂની હેરાફેરી કરાઈ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસે આ આરોપમાં 3 બુટલેગરની ધરપકડ કરી 7.23 લાખનો દારૂ કબજે કર્યો હતો.

મળતી માહિતી મુજબ વડોદરાની હરણી પોલીસને તેમના બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે ન્યુ વીઆઇપી રોડ પર નીલ નંદન કોમ્પ્લેક્સ પાછળ આવેલી લક્ઝરી કારમાં દારૂની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે પોલીસે દારૂ સાથે 3 બુટલેગરોને નાકાબંધી કરી ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા બુટલેગરોમાં જીતેન્દ્ર ઉર્ફે જીતેન્દ્ર કૈલાશ પનવેલ, અભિલાષસિંહ ઉર્ફે રિંકુ પ્રેમસિંગ ઠાકુર અને અમિત શાંતિલાલ માળીને 3 લક્ઝરી કાર અને દારૂ સાથે પોલીસે  ઝડપી પાડ્યા છે. આ કેસમાં પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણે કિરણ શ્યામલાલ કહાને દારૂ લઇને જતા હતા. તે સ્થળ પરથી ફરાર છે. શોધખોળ ચાલુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો