Ramol/ રામોલ બ્રિજ પાસેથી 15.30 લાખની બનાવટી ચલણી નોટો સાથે 3 ઝડપાયા

આરોપીઓ પાસેથી સો, બસો અને પાંચસોના દરની નોટો કબજે

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 64 રામોલ બ્રિજ પાસેથી 15.30 લાખની બનાવટી ચલણી નોટો સાથે 3 ઝડપાયા

Ahmedabad News : સીઆડી ક્રાઈમ ગાંધીનગરની ટીમે માહિતીને આધારે રામોલ બ્રિજ પાસેતી 3 શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી અલગ અલગ દરની અંદાજે 15.30 લાખની બનાવટી ભારતીય ચલણી નોટો કબજે કરી છે.સીઆડી ક્રાઈમની ટીમને માહિતી મલી હતી કે રામોલ બ્રિજ પાસે કેટલાક શખ્સો બનાવટી ભારતીય ચલણી નોટો સાથે આવવાના છે. માહિતીને આધારે અધિકારીઓએ અહીં જાળ બિછાવી હતી.

જેમાં પોલીસે સતીશકુમાર ઉર્ફે વિક્કી હંસરાજ જીનવા, અનિલ આર.રજત અને કાલુરામ આર.મેઘવાલની ધરપકડ કરી હતી. ત્રણેય રાજસ્થાનના વતની છે. તેમની પાસેતી પોલીસે 100, 500 અને 200 ના દરની બનાવટી ચલણી નોટો કબજે કરી હતી. જેની કુલ કિંમત 15,30,100 હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તપાસમાં આરોપીઓએ મધ્યપ્રદેશ ખાતે ભાડાનું મકાન રાખીને ત્યાં કલર ઝેરોક્ષ મશીનની મદદથી નકલી ચલણી નોટો બનાવી હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદમાં તેઓ આ નકલી નોટો વટાવવા આવ્યા હતા. જોકે તે પહેલા પોલીસે તેમને ઝડપી લીધા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ

આ પણ વાંચો: મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ

આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ