Election/ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 320 મુરતિયાઓ ફાઇનલ, કોણ મારશે મેદાન

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી સંપૂર્ણ થયા બાદ 321 ઉમેદવારો બાકી હતા છે કે જેઓની ઉમેદવારી માન્ય રહી છે, જોકે એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા સોમવારે રાત સુધીમાં 320

Top Stories
1

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી સંપૂર્ણ થયા બાદ 321 ઉમેદવારો બાકી હતા છે કે જેઓની ઉમેદવારી માન્ય રહી છે, જોકે એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા સોમવારે રાત સુધીમાં 320 દાવેદારો બચ્યા છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્રણ વાગ્યા સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેની યાદી જાહેર થશે. અને આ યાદી પ્રમાણે બેલેટ પેપર તૈયાર કરવાની કામગીરી તેમજ અપક્ષ ઉમેદવારોના ચિન્હ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Chamoli / ચમોલીની ભયાવહ તબાહીમાં 18 મોત, ગુમ થયેલા 9 રાજ્યોના 115 લોકોની પ્રથમ સૂચિ જાહેર

ઉમેદવારોની દાવેદારી પ્રમાણે નજર કરીએ તો સૌથી વધુ દાવેદારો વોર્ડ નંબર 15 માં 26 જ્યારે સૌથી ઓછા વોર્ડ નંબર બેમાં 13 માં ઉમેદવારો નોંધવામાં આવ્યા છે. વોર્ડ નંબર 2 અને 10 સિવાયના તમામ વોર્ડના મતદાન મથકોમાં ઈવીએમના બે બેલેટ યુનિટ મૂકવા પડશે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક બેલેટ યુનિટ માં 16 સ્વીચ હોય છે જેમાં એક નોટા અને એક રજીસ્ટર બટન હોય છે જેથી યુનિટમાં મહત્તમ 13 ઉમેદવારો રાખી શકાય તેમ છે.

cm kejriwal / લો બોલો…CM કેજરીવાલની દીકરી સાથે 34,000ની છેતરપિંડી

કયા વોર્ડમાં કેટલા ઉમેદવાર માન્ય રહ્યા તેના પર નજર કરીએ તો વોર્ડ નંબર 1માં 21, વોર્ડ નંબર 2 માં 13, વોર્ડ નંબર 3 માં 18, વોર્ડ નંબર 4 માં 19, વોર્ડ નંબર 5 માં 15, વોર્ડ નંબર 6 માં 15, વોર્ડ નંબર 7માં 14, વોર્ડ નંબર 8માં 19, વોર્ડ નંબર 9 માં 16, વર્લ્ડ નંબર 10 માં 14, વોર્ડ નંબર 11 માં 18, વોર્ડ નંબર 12 માં 15, વોર્ડ નંબર 13 માં 24, વોર્ડ નંબર 14માં 22, વોર્ડ નંબર 15 માં 26, વોર્ડ નંબર 16 માં 15, વોર્ડ નંબર 17 માં 17 અને વોર્ડ નંબર 18 માં 20 ઉમેદવારો માન્ય રહ્યા છે. હવે ચૂંટણી પર સૌની નજર રહેશે કે કયા વોર્ડમાં કોણ મેદાન મારી જાય છે.

Ahemdabad / બાવળામાં રહેતા 65 વર્ષના NRI એકાએક ગુમ થયા બાદ કાર સાથે મળ્યો મૃતદેહ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…