Not Set/ GST/ ભાવનગર ખાતે 375 કરોડના બોગસ વ્યવહારો જપ્ત, તો ઊંઝામાં 13.59 લાખની કરચોરી આવી સામે

ગુજરાત રાજ્ય જીએસટી વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ સ્થળોએ છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી સર્ચ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં ભાવનગર, ગાંધીધામ, સુરત, અમદાવાદ વિગેરે સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. જેમાં 375 કરોડના બોગસ વ્યવહારો સામે આવ્યા છે. જિયા ઇકો પ્રોડક્ટ લિમિટેડ, જિયા ઇકો ઇન્ડિયા લિમિટેડ અને જિયા ઇકો (ગાંધીધામ) લિમિટેડ દ્વારા […]

Gujarat Others Business
gst GST/ ભાવનગર ખાતે 375 કરોડના બોગસ વ્યવહારો જપ્ત, તો ઊંઝામાં 13.59 લાખની કરચોરી આવી સામે

ગુજરાત રાજ્ય જીએસટી વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ સ્થળોએ છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી સર્ચ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં ભાવનગર, ગાંધીધામ, સુરત, અમદાવાદ વિગેરે સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.

જેમાં 375 કરોડના બોગસ વ્યવહારો સામે આવ્યા છે. જિયા ઇકો પ્રોડક્ટ લિમિટેડ, જિયા ઇકો ઇન્ડિયા લિમિટેડ અને જિયા ઇકો (ગાંધીધામ) લિમિટેડ દ્વારા ભાવનગર, ગાંધીધામની ફેક્ટરીઓ ખાતે મોટી રકમના બોગસ ખરીદી-વેચાણના વ્યવહારો હિસાબી ચોપડે દર્શાવવામાં આવ્યા છે. જે બાબતે જીએસટી વિભાગનું ધ્યાન જતા  જિયા ઇકો ગ્રૂપના તમામ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી.

જિયા ઇકો ગ્રૂપની કંપનીઓ દ્વારા છેલ્લા 4 વર્ષમાં અંદાજે 475 કરોડ રૂપિયાનું ટર્નઓવર ચોપડે  ચઢાવવામાં આવ્યું છે. સર્ચ દરમિયાન 475 કરોડ પૈકી 375 કરોડનું ટર્નઓવર બોગસ ખરીદી, બોગસ વેચાણ અને બોગસ ઉત્પાદન દર્શાવીને વાસ્તવિક ટર્નઓવર કરતાં વધુ ટર્નઓવર દર્શાવીને ગેરરીતિ આચરવામાં આવેલી છે. કંપનીના હિસાબીમાં દર્શાવવામાં આવેલા મોટાભાગના ખર્ચા ડમી  જણાયા હતા.

શેર બજારમાં ગેરરીતિ અંગે પણ સેબી દ્વારા તપાસ હાથ ધરાશે

જિયા ઇકો પ્રોડક્ટ લિમિટેડ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે અને બોગસ ટર્નઓવર કંપનીના હિસાબો માં બતાવીને શેરબજારના વ્યવહારોમાં પણ ગેરરીતિકરી હોવાનું જણાઈ રહ્યું છે.

ઊંઝા

ઊંઝામાં પણ સાત વેપારી પેઢી પાસેથી મોટી માત્રામાં કરચોરી બહાર આવી છે.  ઊંઝા ખાતે બોગસ બિલિંગના આધારે જીરું- ઇસબગુલમાં મોટાપાયે બિનહિસાબી વેપારની શક્યતાને ધ્યાને લઈને રાજ્ય જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન જીરું- ઇસબગૂલનો વેપાર કરતી ઊંઝાની નવ વેપારી પેઢીમાં સાત સ્થળેથી ટેક્ષ ચોરી નજરે પડી હતી. જે અંગે કુલ રૂ. 13.59 લાખની વસૂલાત કરાઇ છે. જ્યારે એક ફર્મ વર્ષ 2017થી બંધ અને એક ફર્મમાં કંઇ હાથ લાગતા રિપોર્ટ નીલ આવ્યો હતો. તો વડનગરના જાનકી એન્ટર પ્રાઇઝના ઘંઘાના સ્થળે માલિક હાજર નાં મળતા તેમના જવાબ તલબ માટે હાજર થવા સમન્સ મોકલ્યું છે.

જુદી જુદી કંપની જેમકે પટેલ જયંતી જોરદાસ નામની કંપની પાસેથી 3.74 લાખ, જે.જે. ટ્રેડર્સ પાસેથી 2.85 લાખ, શ્રી ભગવતી પલ્સ મિલ પાસેથી 2.65 લાખ, જે. જે. બ્રધર્સ પાસેથી 2.40 લાખ, પટેલ મણિલાલ પ્રભુદાસ એન્ડ સેન્સ પાસેથી 1.23 લાખની કરચોરી પકડાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.