સુરેન્દ્રનગર/ લીંબડી નગરપાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં 3790 અરજીનો હકારાત્મક નિકાલ કરાયો

લીંબડી સુધરાઈ કચેરી ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

Gujarat
Untitled 28 8 લીંબડી નગરપાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં 3790 અરજીનો હકારાત્મક નિકાલ કરાયો

લીંબડીમાં નગરપાલિકાના ફાયર સ્ટેશન હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં જુદા જુદા વિસ્તારોના પ્રશ્ર્નો રાશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, આવકનો દાખલો, માં અમૃતમ્ કાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ સહિતની 3790 અરજીઓનો અધિકારીઓની હાજરીમાં સ્થળ ઉપર નિકાલ કર્યો હતો.

આ પણ વાંચો ;મંજૂરી / મથુરા મંદિરમાં આરતીની મંજૂરી આપવામાં આવી નથી,કલમ 144 લાગુ…

લીંબડી સુધરાઈ કચેરી ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. લોકો દ્વારા કરાયેલી અરજી જેવી કે હેલ્થ વેલનેસના 682, કસ્તુરબા પોષણ સહાય 504, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ 472, ભીમ એપ 469, કેસલેસ લીટરેસી 468, આવકના દાખલા 352, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ 122, પ્રોપર્ટી ટેક્સ 109 સહિત 3790 અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો :National / કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટને અમારી સરકારે  મંજૂરી આપી હતી : અખિલેશ યાદવનો દાવો

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, શહેર પ્રમુખ મુકેશભાઈ શેઠ, શંકરભાઈ દલવાડી, જાદવજીભાઈ મકવાણા, ડે.કલેકટર હર્ષવર્ધનસિંહ સોલંકી, મામલતદાર જે.આર.ગોહેલ સહિત અલગ-અલગ સરકારી કચેરીના કર્મી અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.