સુરત/ બારડોલીના ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં 39 વિધાર્થીઓ કોરોના સંક્રમિત

સુરતના બારડોલી ઉકા તરસાડીયા યુનિવરિર્સિટીના 39 વિદાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સમગ્ર પંથકમાં હાહાકર મચી જવા પામ્યો છે

Top Stories Gujarat
SURAT બારડોલીના ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં 39 વિધાર્થીઓ કોરોના સંક્રમિત

બારડોલીના ઉકા તરસાડીયા યુનિ. 39 વિદ્યાર્થી પોઝિટિવ
82 વિદ્યાર્થીઓનાં ટેસ્ટ કરાતા 14નાં રિપોર્ટ પોઝિટિવ
14 પૈકી 2 વિદ્યાર્થીની રહે છે હોસ્ટેલમાં
300થી વિદ્યાર્થીનીઓ પૈકી 170નાં કરાવાયા ટેસ્ટ
જે પૈકી 25 વિદ્યાર્થીનીનાં રિપોર્ટ આવ્યાં પોઝિટિવ
કોલેજનાં 14 અને હોસ્ટેલની 25 મળી 39 વિદ્યાર્થી પોઝિટિવ
આરોગ્ય વિભાગ દ્રારા હજુ ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ
તમામ વિદ્યાર્થીનીઓને કરાશે હોમ કેવોરનટાઈન
વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા કોલેજ

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર ઉછાળો માર્યો ચે, કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, પ્રતિ દિવસ કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળે છે, રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના કેસમાં વધારો થયો છે, સુરતની સ્થિતિ હાલ કોરોનાના લીધે બેહાલ બની છે.સુરતના બારડોલી ઉકા તરસાડીયા યુનિવરિર્સિટીના 39 વિદાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સમગ્ર પંથકમાં હાહાકર મછી જવા પામ્યો છે. 82 વિધાર્થીઓના કોરોના રિપોેર્ટ કરાવતા 14 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

આ 14 વિધાર્થી પૈકી 2 હોસ્ટેલમાં રહે છે. ,જ્યારે હોસ્ટેલમાં 300 વિધાર્થી પૈકી 170ના ટેસ્ટ કરાવતાં 25 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે .સમગ્ર કોલેજમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. કોલેજના 14 અને હોસ્ટેલના 25 વિધાર્થીઓ મળીને કુલ 39 વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.