દુઃખદ/ નર્મદા કેનાલમાં એક જ પરિવારના 3 લોકોના ડૂબી જવાથી મોત, પરિવારે ગુમાવ્યા પિતા-પુત્ર અને પુત્રી

કચ્છના ભચાઉ ખાતે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત નિપજતા ભારે ચકચાર ફેલાઈ છે ઘરના મોભી પિતા અને ભાઈ – બહેન આજે સવારના સમયે કેનાલમાં પડી ગયા હતા.

Top Stories Gujarat Others
harshad ribadiya 7 નર્મદા કેનાલમાં એક જ પરિવારના 3 લોકોના ડૂબી જવાથી મોત, પરિવારે ગુમાવ્યા પિતા-પુત્ર અને પુત્રી

કચ્છના ભચાઉ ખાતે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત નિપજતા ભારે ચકચાર ફેલાઈ છે ઘરના મોભી પિતા અને ભાઈ – બહેન આજે સવારના સમયે કેનાલમાં પડી ગયા હતા.  લાંબી શોધખોળ બાદ બપોરે લાશ મળી આવતા ભારે આક્રંદ છવાઈ ગયો છે

આ ચકચારી ઘટનાની વિગતો મુજબ,ભચાઉની કેનાલમાં વોંન્ધ ગામનો પરિવાર તણાયો હતો સાત કલાકની જહેમત બાદ કેનાલમાંથી મૃતદેહ મલ્યા હતા લોધેશ્વર સંપથી એક કિલોમીટર દૂર આવેલી કેનાલમાં ઘટના બની હતી સ્થાનિકેથી મળતી વિગતો મુજબ,કેનાલમાં બહેન પડી જતા તેને બચાવવા માટે ભાઈ કુદયો હતો જેથી તે ડૂબી જતાં બંને બાળકોને બચાવવા પિતાએ કેનાલમાં કૂદકો માર્યો હતો જોકે પાણીનું વહેણ વધુ હોવાથી ત્રણેય જણા તણાઈ ગયા અને મોતને ભેટયા હતા.

બીજી તરફ એવું જાણવા મળ્યું છે કે, હતભાગી પરિવાર ખેતીએ મજૂરીએ જતો હતો ત્યારે રસ્તામાં પાણી પીવા માટે કેનાલ પાસે છકડો ઉભો રાખ્યો હતો જે દરમિયાન આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. અલબત્ત સ્થળ પરથી છકડો અને દાતરડું, ચપલ પણ મળી આવ્યા હતા. હતભાગી પિતા માનસંગ કોલી અને તેના બે 10 થી 12 વર્ષના સંતાનો બળદેવ અને શાંતિની લાશ મળી આવી હતી.  આ ઘટનાએ ભચાઉ પંથકમાં ભારે ચકચાર જગાવી છે આ અગાઉ પણ કચ્છમાં કેનાલમાં ડૂબી જવાથી મોતના કિસ્સાઓ બની ચુક્યા છે ખરેખર આવા બનાવો અટકાવવા માટે કેનાલ પર જાળી લગાવવી જરૂરી બની ગયું છે.