Earthquake/ કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભયાનક ભૂકંપનો આંચકો, સમગ્ર પંથકમાં ફફડાટ

સવારે 9.46 વાગે 4.3 ની તીવ્રતાનો આ આંચકો હતો. જો કે, ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી લોકો ભયભીત થઈ રસ્તા પર દોડી આવ્યા હતા. તો સાથે જ અનેક લોકો ડરી ગયા હતા.

Top Stories Gujarat Others
a 445 કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભયાનક ભૂકંપનો આંચકો, સમગ્ર પંથકમાં ફફડાટ

એક તરફ કચ્છમાં રણપ્રદેશ હોવાથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. તો બીજી તરફ નીચે ધરા ધ્રૂજી રહી છે. ત્યારે ફરી એકવાર આજે કચ્છની ધરા ધ્રુજી છે. સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે સવારે 9.46 વાગ્યે 4.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદું કચ્છના ખાવડા નજીક નોંધાયું હતું. તેમજ ગઈ કાલે રાતે પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો.

સવારે 9.46 વાગે 4.3 ની તીવ્રતાનો આ આંચકો હતો. જો કે, ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી લોકો ભયભીત થઈ રસ્તા પર દોડી આવ્યા હતા. તો સાથે જ અનેક લોકો ડરી ગયા હતા.

આપને જણાવી દઈએ કે, 26 જાન્યુઆરી જેમ-જેમ નજીક આવતી જતી હોય તેમ-તેમ ભૂકંપના આંચકાઓનું પ્રમાણ પણ દિન-પ્રતિદિન વધતું હોય તેવું લાગી રહ્યું છે.

મહત્વનું છે કે, ગઈ કાલે રાત્રે ભચાઉમાં 2.19 વાગ્યે પણ આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા નોંધાઇ હતી. જેનું ભચાઉથી 12 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…