Banaskantha/ પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલા ગોબરી રોડ ખાતે હ્રદય કંપાવી નાખે તેવી ઘટના બની છે……..

Top Stories Gujarat Breaking News
Image 2024 05 31T090545.365 પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું

Banaskantha: પાલનપુરમાં ગોબરી રોડ પર વીજળીના થાંભલા પાસે 4 બાળકોને રમતા રમતા કરંટ લાગવાથી એક બાળકનું કમકમાટીભર્યુ મોત થયું છે. બાળકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલા ગોબરી રોડ ખાતે હ્રદય કંપાવી નાખે તેવી ઘટના બની છે. માહિતી મુજબ, 4 માસૂમ બાળકો રમી રહ્યાં હતા, દરમિયાન રમતા રમતા વીજળીના થાંભલા પાસે આવી પહોંચ્યા હતા. દરમિયાન, ચારેય બાળકો વીજ થંભ સાથે સંપર્કમાં આવતા તેમને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા લોકો ઘટના સ્થળ પર હાજર થઈ ગયા હતા. અને તુરંત જ તમામ બાળકોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 પૈકી એક 5  વર્ષીય રોહિતનું મોત નિપજ્યું હતું.

અન્ય બાળકોની હાલ સારવાર ચાલી રહી છે. માસૂમ બાળકના આકસ્મિક મોતથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બાળકોને કરંટ કેવી રીતે લાગ્યો તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરશે તેમ જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશન, પાંચ ઠેકાણે એસીબીના દરોડા