Not Set/ રાજકોટ-ગોંડલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 ના ઘટના સ્થળે મોત

સેમડાં નજીક અકસ્માતમાં 4ના મોત ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત રાજકોટ-ગોંડલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ- ગોંડલ હાઈવે પર સેમડાં નજીક ટ્રક અને ટેન્કરની વચ્ચે અકસ્માત થયો છે. બંને વાહન ધડાકા ભેર એકબીજા સાથે અથડાયા હતા.  જેને કારણે જેના કારણે ટેન્કર દિવાલ તોડી અને રોડની નીચે ઉતરી ગયું હતું. […]

Gujarat Rajkot
દારૂ 2 રાજકોટ-ગોંડલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 ના ઘટના સ્થળે મોત
  • સેમડાં નજીક અકસ્માતમાં 4ના મોત
  • ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત

રાજકોટ-ગોંડલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ- ગોંડલ હાઈવે પર સેમડાં નજીક ટ્રક અને ટેન્કરની વચ્ચે અકસ્માત થયો છે. બંને વાહન ધડાકા ભેર એકબીજા સાથે અથડાયા હતા.  જેને કારણે જેના કારણે ટેન્કર દિવાલ તોડી અને રોડની નીચે ઉતરી ગયું હતું. ટેન્કર આરસીસીની પાકી દિવાલ તોડીને રોડ નીચે ઉતરી ગયું હતું. સામે અથડાયેલા ટ્રકના ટાયર છૂટા થઈ ગયા હતા.

આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શિયાળામાં ઠંડીના કારણે ઝાકળના લીધે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

શેમળા ગામના પાટીયા પાસે અવાર નવાર અકસ્માતની વણજાર સર્જાયા કરતી હોય છે ત્યારે આજે વધુ એક અકસ્માત ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેક્ટરમાં બેસી પેટીયુ રળવા જતાં શ્રમિકો તોતિંગ કન્ટેનરની નીચે દબાઈ જવા પામ્યા હતા.જેમને કારણે નેશનલ હાઈવે પર ચિંચીયારી ઉઠી જવાં પાણી હતી અકસ્માત માં છોટુભા ચંદુભા જાડેજા (ઉ.વ.52) રહે. ખરેડા અને ગોવિંદભાઇ નાનાભાઈ પટેલ (ઉ.વ.20) રહે.રાણીપુરા તા.દેવગઢબારીયા જી.દાહોદ ના ઘટના સ્થળે મોત થયા હતા અને કમલેશભાઈ ભૂરીયા (ઉ.વ.25) ભરતભાઈ પટેલ (ઉ.વ.40) અરવિંદભાઈ ખુમાભાઈ –  અનિતાબેન – કમલેશભાઈ ભુરિયા – રામસિંગભાઈ વર્ધનભાઈ – બાબુભાઇ પટેલ – ભીમજીભાઈ ડોડીયા – શંકરભાઇ પટેલ – દીપસિંગભાઈ પટેલ – ધર્મેશભાઈ મેળા – સુમનબેન મેળા – લલીતાબેન ડોડીયા – ગુડીબેન શીંગાળા – આશાબેન મુકેશ – કવિતાબેન ડોડીયા – ને ઇજા થઈ હતી.

ઇજાગ્રસ્તો ને એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ 7 લોકો ને રાજકોટ રીફર ખસેડયા હતા મૃતદેહ ને કાઢવા માટે ક્રેન, જેસીબી બોલાવી ઇમરજન્સી બચાવ કામ શરૂ કર્યું હતું .આ બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસનો મોટો કાફલો અકસ્માત સ્થળે દોડી ગયો હતો અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.