દુર્ઘટના/ ઉત્તરકાશી હિમસ્ખલન દુર્ઘટનામાં અત્યાર સુધી 4 લોકોના મોત,બચાવ કામગીરી પૂરજોશમાં,SDRF જવાનો મોકલવમાં આવ્યા

ઉત્તરકાશીમાં હિમસ્ખલન દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે

Top Stories India
8 5 ઉત્તરકાશી હિમસ્ખલન દુર્ઘટનામાં અત્યાર સુધી 4 લોકોના મોત,બચાવ કામગીરી પૂરજોશમાં,SDRF જવાનો મોકલવમાં આવ્યા

ઉત્તરકાશીમાં હિમસ્ખલન દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.  34 તાલીમાર્થીઓ અને 7 પર્વતારોહણ પ્રશિક્ષકો સહિત કુલ 41 લોકો હિમપ્રપાતનો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે. સતત હિમવર્ષા વચ્ચે અહીં બચાવ કામગીરી ચાલી રહી છે. 5 SDRF જવાનો અને ત્રણ NIM તાલીમાર્થીઓને ડોકરાણી બમાક ગ્લેશિયર મોકલવામાં આવ્યા છે.

ઉત્તરાખંડ એસડીઆરએફ કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ જણાવ્યું કે દ્રૌપદીના દંડા-2 પર્વત શિખર પર સતત ભારે હિમવર્ષા થઈ રહી છે. તેમ છતાં, NIM પર્વતારોહણ તાલીમાર્થીઓને બચાવવા માટે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા શોધ કરવામાં આવી રહી છે. કેટલાક હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.

ઘટના અંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે તમામ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. બધા લોકો સલામત રીતે પાછા ફરે તેવી ભગવાનને પ્રાર્થના. સીએમ ધામીએ કહ્યું કે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે વાત કરી, “દ્રૌપદી કા દંડ-2 એ પર્વત શિખરમાં હિમપ્રપાતમાં ફસાયેલા NIM ઉત્તરકાશીના 28 તાલીમાર્થીઓના બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે સેનાની મદદની વિનંતી કરી છે.

આ પહેલા રાજ્યના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે ઉત્તરકાશીમાં પર્વતારોહણ સંસ્થાના 28 તાલીમાર્થી આરોહકો પર્વતારોહણ માટે ગયા હતા. આ ઘટના 14,000 ફૂટની ઉંચાઈ પર બની હતી. આ દુર્ઘટનામાં 8 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે બાકીના લોકોનું સ્થાન હજુ જાણી શકાયું નથી. તે જ સમયે, નેહરુ પર્વતારોહણ સંસ્થાના આચાર્ય અમિત બિષ્ટે જણાવ્યું હતું કે હિમપ્રપાતમાં 10 લોકોના મોત થયા છે.