Not Set/ સાઉથ આફ્રિકાથી પરત ફરનાર 4 લોકોમાં કોવિડના નવા સ્ટ્રેનના લક્ષણો નોંધાયા હતાં, 1 માં બ્રાઝિલનો સ્ટ્રેન

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ગયા અઠવાડિયે દેશમાં કોવિડ -19 ને કારણે દરરોજ સરેરાશ 93 લોકોનાં મોત થયાં છે. મંત્રાલયે કહ્યું કે કોવિડ -19 રસીના 87,40,595 ડોઝ મંગળવારે બપોરે 1 વાગ્યા સુધી દેશભરમાં આપવામાં આવ્યા

Top Stories
new corona 2 સાઉથ આફ્રિકાથી પરત ફરનાર 4 લોકોમાં કોવિડના નવા સ્ટ્રેનના લક્ષણો નોંધાયા હતાં, 1 માં બ્રાઝિલનો સ્ટ્રેન

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ગયા અઠવાડિયે દેશમાં કોવિડ -19 ને કારણે દરરોજ સરેરાશ 93 લોકોનાં મોત થયાં છે. મંત્રાલયે કહ્યું કે કોવિડ -19 રસીના 87,40,595 ડોઝ મંગળવારે બપોરે 1 વાગ્યા સુધી દેશભરમાં આપવામાં આવ્યા હતા, 85,69,917 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે 1,70,678 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં ભારતમાં 4 લોકોને દક્ષિણ આફ્રિકાના સાર્સ-સીઓવી -2 સ્વરૂપમાં સંક્રમણ નોંધાયું હતું. બધા મુસાફરો, તેમના સંપર્કમાં રહેલા લોકોની તપાસ કરવામાં આવી હતી અને તેઓને એકાંતમાંરાખવામાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 187 લોકોને સાર્સ-સીઓવી -2 ના બ્રિટીશ સ્વરૂપ હોવાનું નિદાન થયું છે; જે લોકોના સંપર્કમાં આવ્યા તે તમામની અલગથી તપાસ કરવામાં આવી છે.

Image result for image of new stain of corona

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કુલ 219 ઉમેદવારોની બિનહરીફ જીત, પ્રદેશ પ્રમુખ પાટીલની સત્તાવાર જાહેરાત

મંત્રાલયે કહ્યું કે રાજસ્થાન, કેરળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર સહિત 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 70 ટકાથી વધુ આરોગ્ય કર્મચારીઓને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. દિલ્હી, પંજાબ, આંધ્રપ્રદેશ સહિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, આરોગ્ય કર્મચારીઓના 50 ટકાથી ઓછા લોકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

Image result for image of new stain of corona

Election / ભાજપ હવે રામ ભરોસે, પ્રદેશ અધ્યક્ષ પાટીલે 21 મિનિટના ભાષણમાં 14 મિનીટ રામ મંદિર, કલમ 370 વગેરે મુદ્દાઓ ગણાવ્યા

મંત્રાલયે જણાવ્યું હતું કે ઝારખંડ, આસામ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 60 ટકાથી વધુ આરોગ્ય કર્મચારીઓને કોવિડ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 8 રાજ્યોએ અહેવાલ આપ્યો છે કે 40 ટકાથી વધુ ફ્રન્ટલાઈન વોરિયરને રસી આપવામાં આવી છે, આ રાજ્યોમાં ઝારખંડ, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.

Maharashtra / શું મુંબઈમાં ફરી થશે લોકડાઉનની? કોરોના કેસ વધતા મેયર અદિતિ પેડનેકરે કહ્યું આવું…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…