Gujarat/ ઊનાનાં સીલોજ ગામ નજીક હાઇવે પર વાહન અકસ્માતમાં 4 વર્ષની દીપડીનું મોત

ઊનાનાં સીલોજ ગામ નજીક હાઇવે રોડ પર પુર ઝડપી ચલાવતા અજાણ્યા વાહન ચાલકે વન્યપ્રાણી દીપડીને અડફેટે લેતા અકસ્માતે દીપડીનું ધટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.

Gujarat Others
Makar 84 ઊનાનાં સીલોજ ગામ નજીક હાઇવે પર વાહન અકસ્માતમાં 4 વર્ષની દીપડીનું મોત

@કાતિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના

ઊનાનાં સીલોજ ગામ નજીક હાઇવે રોડ પર પુર ઝડપી ચલાવતા અજાણ્યા વાહન ચાલકે વન્યપ્રાણી દીપડીને અડફેટે લેતા અકસ્માતે દીપડીનું ધટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.

ઊના કોડીનાર હાઇવે પર આવેલ સીલોજ ગામ નજીક રાત્રી સાડા દશ વાગ્યાની આસપાસ વન્યપ્રાણી દીપડી હાઇવે રસ્તાને ક્રોસ કરી રહી હોય એ દરમિયાન પુર ઝડપી ચલાવતો અજાણ્યા વાહન ચાલકે દીપડીને હડફેટે લેતા શરીરનાં ભાગમાં વાહનનું વ્હીલ ફરી વળતા ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી અને લોહીલોહાણ હાલતમાં જ રસ્તા પર ઢળી પડેલ જ્યા તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. જ્યારે આ બનાવથી રસ્તા પરથી વાહન ચાલકોનો ટ્રાફીક જામ થયેલ અને વનવિભાગને જાણ કરતા જશાધાર રેન્જનાં આર એફ ઓ જે.જી પંડ્યા, વી.આર. ચાવડા, ભાવસિંહ સોલંકી સહીતનો ફોરેસ્ટ ટીમ ઘટના સ્થળે તાત્કાલીક દોડી ગયેલ હતી અને લોકો જોવા ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

જ્યારે ઉના પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચી ગયેલ હતી. વનવિભાગ દ્વારા સ્થળ પર દીપડીનો મૃતદેહ જોતા કઇ રીતે અકસ્માતમાં મોત થયેલ હોવાની તપાસ શરૂ કરેલ અને આ દીપડીનાં મૃતદેહનો કબ્જો લઇ વનવિભાગનાં વાહન મારફતે જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે પી એમ અર્થે ખસેડાયેલ છે. વનવિભાગનાં અધિકારી જે જી પંડ્યાએ દીપડી અંદાજીત ચારેક વર્ષની હોય અને અજાણ્યા વાહન કાર ચાલક હોવાનું અનુમાન જણાવેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો