Not Set/ 5 મોત અને 273 નવા પોઝિટિવ કેસથી સુરતનો ચહેરો બન્યો વધુ બદસુરત…

આમ તો ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત કહી શકાય તેવા આંકડા સામે આવ્યા છે. આજે 783 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા ત્યારે કહેર યથવાત કરતા વધ્યો હોવાનું કહેવુ વધુ યથાર્થ છે. તમામ હકીકતો વચ્ચે સૌથી વધુ ખરાબ સ્થિતિ હાલ જોવામાં આવી રહી છે તો તે સુરત શહેર અને ગ્રામ્યની છે. જી હા, કોરોના સુરતનો ચહેરો વઘુને વઘુ […]

Gujarat Surat
4aaec959497fc468d1955470376b04ba 5 મોત અને 273 નવા પોઝિટિવ કેસથી સુરતનો ચહેરો બન્યો વધુ બદસુરત...

આમ તો ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત કહી શકાય તેવા આંકડા સામે આવ્યા છે. આજે 783 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા ત્યારે કહેર યથવાત કરતા વધ્યો હોવાનું કહેવુ વધુ યથાર્થ છે. તમામ હકીકતો વચ્ચે સૌથી વધુ ખરાબ સ્થિતિ હાલ જોવામાં આવી રહી છે તો તે સુરત શહેર અને ગ્રામ્યની છે. જી હા, કોરોના સુરતનો ચહેરો વઘુને વઘુ કેસની કાલીક પોંછીને બદસુરત બનાવતો જઇ રહ્યો છે. તંત્ર  – સરકાર અને લોકો પણ કોરોનાનાં સંક્રમણને રોકવામાં અસફળ જોવામાં આવી રહ્યા છે. 

આજની જ વાત કરવામાં આવે તો આજે સુરતમાં 273 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે, તો સાથે સાથે કાળમુખા કોરોનાએ 5 સુરતીઓના ભોગ પણ લીધા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. સુરત માટે વધુ ખરાબ સમાચાર તે પણ છે કોરોનાનું સંક્રમણ સુરતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ અતી ઝડપથી વધતુ નોંધવામાં આવી રહ્યુ છે. 

જી હા, સુરત જીલ્લાના માંગરોળ તાલુકામાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેવી વિગતો વિદિત છે. આજે અહીં 13 નવા કેસ નોંધાયા છે. કોસંબામાં 3, વેલાંછમાં 5, પાલોદમાં 2 કેસ, માંગરોળમાં 1 અને સિમોદરામાં 2 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. તાલુકામાં એક સાથે 13 પોઝિટીવ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. 

સુરતમાં સંક્રમણમાં જોવામાં આવી રહેલા ભરે ઉછાળાનાં કારણે તંત્ર પણ મૂંજવણમાં જોવામાં આવી રહ્યું છે અને લોકો ડરમાં દેખાઇ રહ્યા છે. લોકો પોતાની રીતે આંશીક લોકડાઉન ફરી લાગુ કરી રહ્યા હોય તેવી વિગતો પણ સામે આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews