ધરપકડ/ રાજકોટમાં ચૂંટણી વખતે EVM તોડફોડ કરનારા 5ની ધરપકડ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજ્યની 6 મહાનગર પાલિકાઓમાં તેમજ નગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી હતી. આ વખતે. કેટલાક લોકો ચૂંટણીના જોશમાં હોશ ખોઈ બેઠા હતા. આવી જ એક ઘટના રાજકોટમાં પણ સામે આવી

Gujarat
rajkot EVM broken રાજકોટમાં ચૂંટણી વખતે EVM તોડફોડ કરનારા 5ની ધરપકડ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજ્યની 6 મહાનગર પાલિકાઓમાં તેમજ નગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી હતી. આ વખતે. કેટલાક લોકો ચૂંટણીના જોશમાં હોશ ખોઈ બેઠા હતા. આવી જ એક ઘટના રાજકોટમાં પણ સામે આવી હતી.ગત્ત મહિને યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમગ્ર ગુજરાતમાં શાંતિપુર્ણ રહી હતી. આ ચૂંટણીમાં કેટલીક છુટી છવાઇ ઘટનાઓને બાદ કરતા ખુબ જ શાંતિપુર્ણ મતદાન થયું હતું. મોટા ભાગની સીટો ભાજપે કબ્જે કરી હતી. મહાનગરપાલિકાઓનાં મોટા ભાગનાં પદાધિકારીઓની વરણી પણ કરી ચુકી છે. જો કે રાજકોટમાં એક ઇવીએમમાં તોડફોડની ઘટના બની હતી.

કોરોના કહેર / રણબીર અને ભણસાલી બાદ હવે મનોજ બાજપેયી કોરોના પોઝિટીવ

આ ચૂંટણી અન્વયે વિરોધ પક્ષ દ્વારા EVMને લઈને ચૂંટણી પંચ સામે વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે કેટલાક વિસ્તારોમાં EVMમા તોડફોડ કરવાની ઘટના પણ સામે આવી હતી.EVMમાં તોડ ફોડ કરનાર પાંચ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. ગત 21 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણીના મતદાનના દિવસે વામ્બે આવાસ યોજના કવાર્ટર પાસે આવેલી ડો. ભીમરાવ આંબેડકર પ્રાથમિક શાળામાં ઘુસી જઇ પાંચ શખ્સોએ EVM મશીન તોડી નાંખી ધમાલ મચાવી હતી.

રેકોર્ડ બ્રેક રેલીઓ / ચૂંટણી પ્રચારના મોરચે મોદીએ અન્ય તમામ વડાપ્રધાનોને પાછળ રાખી દીધા

આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવા તપાસ હાથ ધરી હતી, ત્યારે આખરે 28 દિવસ બાદ પોલીસે જયેશ ચાંડપા,ધર્મેશ રત્નેશ્વર, રવિ વાઢેર, રામ વારસકીયા, તથા ગોતમ બાબરીયાની ધરપકડ કરી છે. જો કે આ પાંચેય શખ્સોએ પોતે જાગૃત નાગરિક હોવાનું અને બોગસ મતદાન થતું હોવાની માહિતી મળતાં રજૂઆત કરવા ગયાનું અને બુથ અંદર કોઇએ આવવા ન દેતાં અંદર ગયા બાદ પગમાં વાયર ફસાતાં ઇવીએમ પડી ગયાનું રટણ પોલીસ સમક્ષ કર્યુ હતું.

ઈતિહાસ / 12 માર્ચ 1930 જ્યારે ગાંધીજીએ દાંડીયાત્રા શરૂ કરીને અંગ્રેજોની સત્તા હલાવી દીધી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…