કોરોના/ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ, એક્ટિવ કેસ 23 નોંધાયા

આજે આરોગ્ય મંત્રીએ ઉચ્ચસત્રીય બેઠક પણ યોજી હતી અને ગાઇડલાઇન પણ નક્કી કરી છે .ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 કેસ નોંધાયા છે

Top Stories Gujarat
1 266 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ, એક્ટિવ કેસ 23 નોંધાયા
  • 24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ નોધાયા
  • 24 કલાકમાં કોરોનાના 2 દર્દી સાજા થયા
  • રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23
  • અમદાવાદ શહેરમાં કોરોનાનો 1 કેસ નોંધાયો
  • અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો 1 કેસ નોંધાયો
  • બનાસકાંઠામાં કોરોનાનો 1 કેસ નોંધાયો
  • રાજકોટ શહેરમાં કોરોનાનો 1 કેસ નોંધાયો
  • રાજકોટ ગ્રામ્યમાં કોરોનાનો 1 કેસ નોંધાયો

વિશ્વભરમાં કોરોનાના કેસો ફરી એકવાર વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.ચીનમાંમાં તો કોરોના વિસ્ફોટ સ્થિતિ જોવા મળી રહી છે. ચીનની હાલત હાલ કોરોનાનાને લઇને ખુબ ખરાબ છે, દવાનો પૂરતો સ્ટોક નથી સાથે દવાખાનામાં જગ્યા પણ નથી.  અહેવાલમાં જાણવવામાં આવ્યું છે કે કોરોના વિકરાળ સ્વરૂપ લઇ શકે છે અને ચીનમાં લાખો લોકોના મોત થવાની સંભાવના બતાવવામાં આવી છે.વિશ્વમાં કોરોનાના કેસ સક્રીય થતા ભારત પણ એલર્ટ થઇ ગયું છે. આજે આરોગ્ય મંત્રીએ ઉચ્ચસત્રીય બેઠક પણ યોજી હતી અને ગાઇડલાઇન પણ નક્કી કરી છે .ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 23 થઇ છે અને બે દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા છે.અમદાવાદમાં એક કેસ નોંધાયો છે અને ગ્રામ્યમાં પણ એક કેસ નોધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ એક કેસ નોંધાયો છએ, રાજકોમાં શહેર અને ગ્રામીણમાં પણ એક કેસ નોધાયો છે.