સામાન્ય રીતે, જયારે એક છોકરી કહે છે કે તે લગ્ન કરવા નથી માંગતી, તો લોકો તેને અવગણવા અથવા તેણીના કેરેક્ટર પર સવાલ ઉભા કરે છે. કદાચ કોઈ જાણવાની કોશિશ કરે કે શા માટે તે લગ્ન કરવાથી દૂર જાય છે.
સ્વતંત્રતા

બાળપણથી, છોકરીઓને શીખવવામાં આવે છે કે લગ્ન પછી તેઓએ સાસરાંવાળાના કાયદા અનુસાર જીવવું પડશે. લગ્ન પહેલા આ વાત તેઓને વારંવાર કહેવામાં આવે છે. આ કારણે, તેમનામાં લગ્ન કરવાના ભય પહેલાથી જ પેદા થાય છે. તેમના માટે તે કોઈ સંબંધ જેવું નહિ પણ બંધન જેવું લાગે છે. આ જ કારણે આજે છોકરીઓ જે શિક્ષિત છે, નોકરી કરે છે અને આત્મનિર્ભર છે, તેઓ લગ્ન ના બંધન માં બંધાવા નથી માંગતી.
જીવનસાથી

આજકાલ ચા-નાસ્તા પર લગ્ન નક્કી નથી થતા. ભલે બે પરિવારો એકબીજાને મળ્યા હોય, પરંતુ હવે સગાઇ પેહલા છોકરો અને છોકરી એકબીજાને મળે છે, વાતો કરે છે અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે. ભલે પરિવારના દબાણને લીધે કેટલીક છોકરીઓ લગ્ન કરી લે છે, પરંતુ એવી છોકરીઓની પણ કોઈ અછત નથી જે જ્યાં સુધી હા નથી પાડતી જ્યાં સુધી તેમને તેમના લાયક છોકરો મળતો નથી.
કરિયર
હવે અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ છોકરીઓ લગ્ન નથી કરતી. તેમના માતા-પિતા પણ તેમને જોબ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જો છોકરા એમ કહે કે છોકરી લગ્ન પછી નોકરી નહિ કરી શકે અથવા મોડી રાત સુધી ઓફિસમાં રહેવાની મનાઇ ફરમાવવામાં આવે તો છોકરીઓ એ જ સમયે છોકરા સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરે છે.
બાળકો

લગ્નના થોડા વર્ષોમાંજ છોકરીઓ પર બાળક ને જન્મ આપવા માટે દબાણ ચાલુ થાય જાય છે. એ વાત નો કોઈ ને ફર્ક નથી પડતો કે તેણી પોતે બાળક ઈચ્છે છે કે નહિ? લગ્ન પછી, સામાજિક નાટકનો ભોગ ના બનવું પડે તે માટે પણ છોકરી લગ્ન ન કરવાનું નક્કી કરે છે.
દહેજ

છોકરી પાસે નોકરી હોય કે ના હોય પણ તે દહેજ આપી ને લગ્ન કરવા નથી માંગતી. જો કે, આ કિસ્સામાં, છોકરીઓના માતાપિતા તેની વાત નથી માનતા, પરંતુ જ્યારે એક હદ પાર થાય જાય છે ત્યારે છોકરીઓ ક્યાં તો જાન પાછી વાળે છે અથવા તો લગ્ન કરવાનો ઇન્કાર કરે છે.
