Life Style/ નસોમાં જામી ગયેલું ગંદુ કોલેસ્ટ્રોલ થઇ જશે સાફ! રાત્રે સૂતા પહેલાં પીઓ આ 4 માંથી કોઇ એક હર્બલ ચા

“શું તમારું કોલેસ્ટ્રોલ (cholesterol) વધી ગયું છે? રાત્રે સૂતા પહેલાં આ 4 ખાસ હર્બલ ચા પીવાનું શરૂ કરો અને નસોમાં જમા થયેલી ચરબીને કુદરતી રીતે ઓગાળો.”

Lifestyle Health & Fitness
CHOLESTEROL

આજકાલની દોડધામવાળી લાઇફસ્ટાઇલ અને જંક ફૂડના કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (cholesterol) વધવું સામાન્ય બની ગયું છે.નસોમાં જમાં થતી આ ખરાબ ચરબી હાર્ટ એટેકનો ખતરો વધારે છે.જો તમે તેને કુદરતી રીતે ઓગાળવા માંગો છો,તો રોજ રાત્રે સૂતા પહેલા આ 4 માંથી કાઇ એક હર્બલ ચા પીવાનું શરૂ કરી દો.

ગ્રીન ટી (Green Tea)

રાત્રે સૂવાના અડધા કલાક પહેલાં ખાંડ વગરની ગ્રીન ટી પીવી બેસ્ટ ઓપ્શન છે.તેમાં રહેલા શક્તિશીળી એન્ટીઓક્સિડન્ટ્સ ખરાબ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે.સાથે જ,તે મેટાબોલિઝમ વધારે છે.જેથી રાત્રે ઊંઘતી વખતે પણ તમારું શરીર ફેટ બર્ન કરતું રહે છે.

તજની ચા (Cinnamon Tea)

રસોડામાં વપરાતી તજ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે.રાત્રે પાણીમાં તજનો નાનો ટુકડો ઉકાળીને તેની ચા પીવો.આ ચા નસોમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને હાર્ટને એકદમ હેલ્ધી રાખે છે.

આદુ અને લીંબુની ચા (Ginger-Lemon Tea)

આદુ લોહીની નસોને અંદરથી સાફ કરવાનું કામ કરે છે.પાણીમાં આદુ ઉકાળી,ગાળીને તેમાં થોડું લીંબુ નીચવીને પીવો.આ દેશી નુસખો શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ (HDL) વધારવામાં ખૂબ જ મદદ કરે છે.

જાસૂદની ચા (Hibiscus Tea)

લાલ જાસૂદના સૂકા ફૂલમાંથી બનેલી હર્બલ ટી સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. આ ચા કોલેસ્ટ્રોલ લેવલને બહુ ઝડપથી નીચે લાવે છે. આ સાથે તે હાઈ બ્લડ પ્રેશર (BP) ને કંટ્રોલ કરવામાં પણ ફાયદાકારક છે.


આ પણ વાંચો:આંખોમાં છુપાયેલા છે, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના લક્ષણો

આ પણ વાંચો:ધાણાના બીજ કે ધાણા પાવડર….કોલેસ્ટ્રોલ અને પાચન સંબંધિત સ્વાસ્થ્ય માટે શું ખાવું બહેતર..!

આ પણ વાંચો:કોલેસ્ટ્રોલને સારૂ રાખવામાં મદદ કરે છે આ સફેદ બીજ, ગુણોથી પણ છે ભરપૂર