Not Set/ હે!! ગુજરાતમાં દારુબંઘી છે? વંથલીથી 50.59 લાખનો-ચોટીલાથી 37.80નો દારુ ઝડપાયો

ગાંધીના ગુજરાતમાં દારુબંઘી નામ પૂરતી જ છે ? આ વાત પર ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ ટીમનાં સપાટા પછી ફરી વિચાર માગીલે તેવો ક્યાસ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સ્ટેટ વિઝીલન્સ ટીમો દ્રારા બુટલેગરો દ્રારા વેપલો કરવા મંગાવેલ લાખોનો દારુ કટીંગ સ્થળે પહોંચી ગયા પછી કટીંગ પહેલા ઝડપવામા આવ્યો છે. વંથલીના કોયલી ગામની સીમમાંથી 50.59 લાખનો […]

Top Stories Gujarat Rajkot Others
daru liquor

ગાંધીના ગુજરાતમાં દારુબંઘી નામ પૂરતી જ છે ? આ વાત પર ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ ટીમનાં સપાટા પછી ફરી વિચાર માગીલે તેવો ક્યાસ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સ્ટેટ વિઝીલન્સ ટીમો દ્રારા બુટલેગરો દ્રારા વેપલો કરવા મંગાવેલ લાખોનો દારુ કટીંગ સ્થળે પહોંચી ગયા પછી કટીંગ પહેલા ઝડપવામા આવ્યો છે.

વંથલીના કોયલી ગામની સીમમાંથી 50.59 લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે 

vanthali હે!! ગુજરાતમાં દારુબંઘી છે? વંથલીથી 50.59 લાખનો-ચોટીલાથી 37.80નો દારુ ઝડપાયો

ગુજરાત પોલીસનાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્રારા જૂનાગઢ જિલ્લા પોલીસને ઊંઘતી ઝડપી અને વંથલીના કોયલી ગામની સીમમાંથી ૩૦.૫૫ લાખનો દારૂ કબજે કરવામા આવ્યો છે. માહી દૂધના ટેમ્પોમાં દૂધના કેરેટ પાછળ સંતાડેલો દારૂ મળ્યો આવતા  ચક્ચાર વ્યોપ્યો છે. વંથલીના કોયલી ગામની સીમમાંથી 785 પેટી દારૂના કટિંગ વખતે જ સ્ટેટ પોલીસ ખાબકી હતી. અને 30.55 લાખનો દારુનો જથ્થા સહિત50.59 લાખનો મુદામાલ કબજે કર્યો છે. પોલીસ તાત્રકતા બે વાહનોના ડ્રાઈવર સહિત પાંચ શખ્સ ઉભી પુછડીએ નાસી છુટ્યા હતા.

ચોટીલા પાસેથી હોટલ નજીક પાર્ક ટ્રેલરમાંથી 37.80 લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે   

chotila હે!! ગુજરાતમાં દારુબંઘી છે? વંથલીથી 50.59 લાખનો-ચોટીલાથી 37.80નો દારુ ઝડપાયો

ગુજરાત પોલીસનાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્રારા ચોટીલા પાસેથી હોટલ નજીક પાર્ક ટ્રેલર ટ્રકમાંથી ૨૩ લાખનો દારૂ ઝડપવામા આવ્યો છે. દારૂનો જથ્થો સૌરાષ્ટ્રના બુટલેગરને કટીંગ માટે પહોચાડવાનો હતો તે પૂર્વે જ પોલીસની ઝપટે ચડી ગયો હતો. ટ્રેલરમાં ઉપરનાં ભાગે ભુસુ ભરેલ હતું અને તેની આડશમાં દારૂની ૫૯૫ પેટીઓની હેરાફેરી કરવામા આવી રહી હતી. પોલીસ દ્રારા ટ્રેલર ટ્રક, બે માોબાઈલ અને રોકડા 18530 અને 595 પેટી દારૂનો જથ્થો મળી, કુલ  3780830નો મુદામાલ કબ્જે કરવામા આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.