Not Set/ દેશમાં ફરી કોરોનાના 50 હજાર નવા કેસો

મહારાષ્ટ્ર અને કેરળમાં કેસો ચિંતાજનક

Top Stories
coronanaaanna દેશમાં ફરી કોરોનાના 50 હજાર નવા કેસો

દેશમાં કોરોનાની બીજી લહેર હવે મંદ પડી રહી છે,કોરોનાની સ્થિતિ હવે ધીમે ધીમે નિયંત્રણમાં આવી છે.જેના લીધે કોરોનાના લીધે લોકડાઉનની સ્થિતિ અનલોક થઇ રહી છે. દરેક રાજ્યોમાં લોકડાઉન હટાવવામાં આવી રહ્યું તે પણ શર્તેા સાથે. દેશમાં હાલ કોરોનાના નવા કેસો અડધા લાખ પહોચ્યા છે. કોરોનાને હરાવવા માટે પ્રશાસને અનલોકમાં નિયમો અમલી બનાવ્યા છે અને વેક્સિન લગાવવાના અભિયાન ઝડપી બનાવવામાં આવી રહ્યું છે.

કોરોના સંક્રમણના નવા કેસો લાખની અંદર આવી ગયા છે, છેલ્લા 24 કલાકમાં નવા કેસો 50 હજાર નોંધાયા છે. કોરોનાને માત આપીને સાજી થનારાઓની સંખ્યામાં વધી રહી છે તે સારી વાત છે. છેલ્લા 24 કલાકમાં રિકવરીના 64 કેસો સામે આવ્યા છે. હાલમાં હજીપણ બે રાજ્યોમાં કોરોનાનો પ્રભાવ હજી પણ જોવા મળે છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસો ચિંતાજનક છે બન્ને રાજ્યોમાં મળીને કોરોના સંક્રમણના 45 ટકા કેસો સામે આવ્યા છે. બન્ને રાજ્યોમાં કોરોનાના કેસો 22 હજાર નોધાયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં ટેસ્ટમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે,ભારતમાં 18.50લાખ ટેસ્ટ થયા છે જયારે એક્ટિવ કેસમાં ઘટાડો જોવા મળે છે હાલ એક્ટિવ કેસોની સંખ્યા માત્ર 6 લાખ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં વેક્સિન લગવાવાનો અભિયાન પુરજોશમાં ચાલી રહ્યો છે.