Not Set/ ભુજમાંથી પોલીસ અને આર્મી પર હુમલો કરનારની ધરપકડ,આરોપીઓ પર નોંધાયેલા છે આટલા કેસ

કચ્છ, કચ્છનાં પાટનગર ભુજમાંથી ઝડપાયેલા બે સંદિગ્ધ આરોપીઓની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરીને એસઓજીએ આ શખ્સોની આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેટલીક વિગતો જાહેર કરી હતી. જેમા એક શખ્સ સામે હત્યા, અપહરણ, રાયોટીંગ સહિતનાં 4 મોટા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે તેનો સાથી સગીરવયનો છાત્ર હોવાનું તપાસમાં ખુલ્યું છે. કચ્છની વિવિધ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ આ બન્ને […]

Top Stories Gujarat Others Videos
mantavya 105 ભુજમાંથી પોલીસ અને આર્મી પર હુમલો કરનારની ધરપકડ,આરોપીઓ પર નોંધાયેલા છે આટલા કેસ

કચ્છ,

કચ્છનાં પાટનગર ભુજમાંથી ઝડપાયેલા બે સંદિગ્ધ આરોપીઓની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરીને એસઓજીએ આ શખ્સોની આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેટલીક વિગતો જાહેર કરી હતી. જેમા એક શખ્સ સામે હત્યા, અપહરણ, રાયોટીંગ સહિતનાં 4 મોટા ગુનાઓ નોંધાયેલા છે.

જ્યારે તેનો સાથી સગીરવયનો છાત્ર હોવાનું તપાસમાં ખુલ્યું છે. કચ્છની વિવિધ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ આ બન્ને શખ્સોની તપાસ કરી હતી. ગત 30 તારીખે ભુજ એસ.ઓ.જી.એ. શહેરના બસ સ્ટેશન પાસે આવેલા સાગર ગેસ્ટ હાઉસમાંથી રર વર્ષિય અલ્તાફ હુસેન અબ્દુલ અહદ નજાર અને તેની સાથેના સગીર કાશ્મીરી કિશોરની અટકાયત કરી હતી.

આતંકવાદીને બચાવવા માટે આર્મી પર કરાયેલા પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યુ

પોલીસની તપાસમાં અલ્તાફ કાશ્મીરમાં ઝડપાયેલા એક આતંકવાદીને બચાવવા માટે આર્મી પર કરાયેલા પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યુ હતુ. કાશ્મીરથી કચ્છ આવતા પહેલા આ બન્ને શખ્સો એક દિવસ રાજસ્થાનમાં રોકાયા હતા. ત્યાર બાદ તેઓ ગુજરાત કચ્છમાં આવ્યા હતા.

ગુજરાતમાં મજૂરી કરવા માટે આવ્યા

પોલીસને મળેલી બાતમીને આધારે બન્ને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષા થતી હોવાથી કોઈ કામ ધંધો ન હોતા તેઓ ગુજરાતમાં મજૂરી કરવા માટે આવ્યા હતા. તેમણે ગુજરાતમાં મજૂરી સારી મળશે તેવું સાંભળ્યું હોવાથી તેઓ અહી આવી ચડ્યા હતા.

આરોપી વોન્ટેડ હોવાનું પણ ખુલ્યુ છે.

આ શખ્સોની વિવિધ એજન્સીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. તો કાશ્મીર પોલીસનો સંપર્ક કરીને તેમનો ગુનાહિત ઈતિહાસ ખોલવામાં આવ્યો હતો. જેમા અલ્તાફ સામે 4 જુદા-જુદા ગુના નોંધાયા હતા. જેમાં અપહરણ, હત્યા રાયોટીંગ સહિતની વિવિધ કલમોનો સમાવેશ થાય છે. તપાસમાં આ આરોપી વોન્ટેડ હોવાનું પણ ખુલ્યુ છે.

પશ્ચિમ ક્ચ્છ એસએઓજીએ આ સંદર્ભે કાશ્મીર પોલીસનો સંપર્ક કર્યો છે. ત્યારે કાશ્મીરની પોલીસ આરોપીઓનો કબ્જો લેવા આવવાની છે. ઝડપાયેલો સગીર કોઈ ગુનામાં સંડોવાયેલો ન હોવાથી તેને તેના વાલીઓને સોંપવા પોલીસે તજવીજ હાથ ધરી છે.