Gujrat Highcourt/ મેટ્રો સિટી અમદાવાદના 50થી 80 ટકા રોડ બિસ્માર હાલતમાં,હાઇકોર્ટમાં થયો ખુલાસો

મેટ્રો સિટી અમદાવાદમાં દર વર્ષના જેમ આ વર્ષે પણ મહાનગર પાલિકાની પ્રી મોન્સુનની પોલ ખોલી નાંખી છે, માત્ર કાગળ પર દાવા સિવાય કશું નથી

Top Stories Gujarat
15 3 મેટ્રો સિટી અમદાવાદના 50થી 80 ટકા રોડ બિસ્માર હાલતમાં,હાઇકોર્ટમાં થયો ખુલાસો

મેટ્રો સિટી અમદાવાદમાં દર વર્ષના જેમ આ વર્ષે પણ મહાનગર પાલિકાની પ્રી મોન્સુનની પોલ ખોલી નાંખી છે, માત્ર કાગળ પર બંધુ બરાબર છે એના સિવાય કશું નથી. શહેરમાં ભારે વરસાદ પડવાથી અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા,અને એપાર્ટમેન્ટમા બેઝમેન્ટમાં પાણી ઘૂસી ગયા હતા,રોડ રસ્તા પર ભૂવાઓ જોવા મળ્યા હતા,જે સાબિત કરે છે મ્યુનિસિપલ તંત્ર સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે. ભારે વરસાદથી વાહન ચાલકોની હાલતક કફોડી બની ગઇ હતી,બે દિવસ પહેલા જ કાર ભૂવામાં સમાઇ ગઇ હતી,એના પહેલા એક્ટિવા પણ ગરકાવ થઇ ગયો હતો, સ્માર્ટ સિટીના દાવાની પોલ હાઇકોર્ટમાં ખુલી ગઇ છે.

16 3 મેટ્રો સિટી અમદાવાદના 50થી 80 ટકા રોડ બિસ્માર હાલતમાં,હાઇકોર્ટમાં થયો ખુલાસો

ઉલ્લેખનીય છે કે ઈકોર્ટમાં આજે એએમસીના દાવાઓની પોલ ખૂલી ગઈ છે. અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ હોવાનો કોર્ટમાં રિપોર્ટ સોંપાયો છે. ત્યારે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના રસ્તાને લઈ રિપોર્ટ સોંપ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે, અમદાવાદ શહેરમાં હજી પણ બિસ્માર હાલતમાં રોડ છે. 50 થી 80 ટકા રોડ ખરાબ છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ઝોનમાં રસ્તાઓ પર ખાડાઓની ભરમાર છે. સ્માર્ટ શહેર અમદાવાદમાં ડ્રેનેઝની મોટી સમસ્યા છે, જેણા કારણે આ સમસ્યા સર્જાઈ છે.