Not Set/ 500-2000 ની નોટ બાદ હવે આવશે 1000 રૂપિયાની નોટ

નવી દિલ્હીઃ એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુબજ કેન્દ્ર સરકારના સીનિય ઓફિસરે દાવો છે કે, નોટબંધી બાદ પ્રતિબંધિત થયેલા 1000 રૂપિયાની કરન્સીની જગ્યાએ નવી 1000 રૂપિયાની નોટ આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિજર્વ બેન્કે 1000 રૂપિયાની નવી નોટ પ્રિટિંગનું કામ શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્કની યોજના 500 અને 1000 રૂપિયાની નવી […]

Business
money 10101 500-2000 ની નોટ બાદ હવે આવશે 1000 રૂપિયાની નોટ

નવી દિલ્હીઃ એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુબજ કેન્દ્ર સરકારના સીનિય ઓફિસરે દાવો છે કે, નોટબંધી બાદ પ્રતિબંધિત થયેલા 1000 રૂપિયાની કરન્સીની જગ્યાએ નવી 1000 રૂપિયાની નોટ આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિજર્વ બેન્કે 1000 રૂપિયાની નવી નોટ પ્રિટિંગનું કામ શરૂ કરી દીધું છે.

કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્કની યોજના 500 અને 1000 રૂપિયાની નવી નોટને એક સાથે ઇશ્યુ કરવાની હતી. પરંતુ 8 નવેમ્બર બાદ 2000 રૂપિયાની કરેન્સી આવ્યા બાદ અફરાતફરી વચ્ચે રિઝર્વ બેન્ક અને સરકારે 500 રૂપિયાની નોટ વહેલી ઇશ્યું કરી દીધી હતી.

500-2000 ની નવી નોટ બાદ બજારમાં ટુંક સમયમાં 1000 રૂપિયાની નોટ પણ આવશે. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (RBI) અને કેન્દ્ર સરકાર 1000 રૂપિયાની નવી નોટ છાપવાનું શરૂ કરી દીધું છે. પીએમ મોદીએ 8 નવેમ્બરે 2016 ના નોટબંધીની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 1000 રૂપિયાની નોટ અમાન્ય થઇ ગઈ હતી.