જો તમે વિદેશ જવા માંગો છો, અને પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો હવેથી તમારે વારંવાર પાસપોર્ટ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી. હવેથી તમે તમારા ઘર નજીકની પોસ્ટ ઓફિસ ખાતે પણ પાસપોર્ટ માટેની અરજી આપી શકો છો. પાસપોર્ટ ઓફિસનું કાર્યભારણ ઘટાડવા માટે એક ખાસ સુવિધા પોસ્ટ ઓફિસીસમાં શરુ કરવામાં આવી છે. જ્યાંથી તમે આસાનીથી પાસપોર્ટ બનાવડાવી શકો છો. આ માટે તમારે પોસ્ટ ઓફિસના કોમન સર્વિસ સેન્ટર કાઉન્ટર પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે; ત્યારબાદ આવેદન પત્ર આપવાનું રહેશે.
પોસ્ટ ઓફિસ દ્વારા આ નવી સુવિધા અંગે ટ્વીટર પર જાણકારી આપવામાં આવી છે. વધુ જાણકારી માટે તમારે જે- તે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની રહેશે.