આયાત/ વિદેશમાંથી 50 હજાર મેટ્રીક ટન ઓક્સિજન આયાત કરાશે

દેશમાં ઓક્સિજનની ખુબ અછત જોવા મળે છે તેના લીધે આયાતનો નિર્ણય લેવામાં આવ્યો છે.

India
india વિદેશમાંથી 50 હજાર મેટ્રીક ટન ઓક્સિજન આયાત કરાશે

કોરોનાના સંક્રમણના કેસો પ્રતિદિન વધી રહ્યા છે સાથે મૃત્યુદર પણ વધી રહ્યાં છે. દેશમાં કોરોનાના લીધે લોકો મરી રહ્યાં છે.સરકારી સહિત પ્રાઇવેટ હોસ્પિટલ પણ ભરાઇ ગઇ છે .સ્મશાનોમાં વેઇટિંગ ચાલી રહ્યો છે, સાથે દર્દીને દાખલ કરવાની પણ લાંબી કતારો જોવા મળે છે. દેશમાં ઓક્સિજનની અછતના લીધે લોકોનાં મોત થઇ રહ્યાં છે .ઓક્સિજનની અછતના લીધે ભારત સરકારે ઓક્સિજન આયાત કરવાનો નિર્ણય કર્યો છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આરોગ્ય ઓક્સિજનની માંગ ખુબ વધારે હોવાથી 50 હજાર મેટ્રીક ટનની વિદેશમાંથી આયાત કરવામાં આવશે.ઓક્સિજન આયાત કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.આરોગ્ય મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે 12 રાજ્યોમાં ઓક્સિજનની ખુબ જરૂરિયાત છે.

મહારાષ્ટ્ર,ગુજરાત,કર્ણાટક,દિલ્હી,પંજાબ સહિત અનેક રાજ્યમાં ઓક્સિજનની જરૂરિયાત ખુબ વધારે છે તેના માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધું છે.