ગુજરાત/ રાજ્યમાં OBCની 52% વસ્તીને છેલ્લા 20 વર્ષથી બજેટમાં 1% રકમ પણ ફાળવવામાં આવતી નથી

દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાચ દરજ્જો અને સમાનતાની ખાતરી ભારતના સંવિધાને આપેલ છે. જેના ભાગરૂપે ગ્રામ પંચાયત – તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં થતી ચુંટણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવા શુભ આશયથી વસ્તીના ધોરણે ૧૦% અનામત જગ્યાનો લાભ આપવામાં આવેલ હતો.

Top Stories Gujarat
ઓબીસી દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાચ દરજ્જો અને સમાનતાની ખાતરી ભારતના સંવિધાને આપેલ છે. જેના ભાગરૂપે ગ્રામ પંચાયત - તા

ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ – વિકસતી જાતિ(ઓબીસી)ને સંવિધાનની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજની – ગ્રામ પંચાયતની ચુંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવા તથા બજેટમાં વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવા અંગે મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરવામાં આવી છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે રાજ્યની કુલ વસ્તીના પર% થી વધુ વસ્તી ધરાવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ની 146 થી વધુ જાતિઓના લોકોના વિકાસ માટે આઝાદી પછી દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાચ દરજ્જો અને સમાનતાની ખાતરી ભારતના સંવિધાને આપેલ છે. જેના ભાગરૂપે ગ્રામ પંચાયત – તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં થતી ચુંટણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવા શુભ આશયથી વસ્તીના ધોરણે ૧૦% અનામત જગ્યાનો લાભ આપવામાં આવેલ હતો.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકો માટે માંડલ કમિશને 27% જગ્યા અનામત રાખવાનું સૂચવેલ હોવા છતાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૧૦% અનામત જગ્યા રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી, જે પુરતી ન હતી. રાજય સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકો માટેની આ 10% અનામતની જોગવાઈમાં વધારો કરીને 27 % કરવાની જયારે તાતી જરૂર હતી ત્યારે આ ગરીબ અને પછાત વર્ગના વિકાસને રુંધવા માટે જે 10 % અનામત હતી તે પણ નાબૂદ કરીને આ પછાત વર્ગના લોકોને ન ભરી શકાય તેવું નુકશાન આ સરકાર દ્વારા થઇ રહ્યું છે, જે ખુબ જ દુઃખદ છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો – વિકસતી જાતિ(ઓબીસી)ના લોકોના હિતને નુકશાન ન થાય તે માટે અમારી આપશ્રીને નમ્ર વિનંતી છે કે આ પછાત વર્ગના લોકોના હિતને નુકશાન ન થાય તે માટે નામદાર સર્વોચ્ચ અદાલતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી ભારતના સંવિધાનને ધ્યાને લઇ આ પછાત વર્ગના લોકોનું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ જળવાઈ રહે અને ઓબીસી સમાજની માંગણી – લાગણી મુજબની નીચે મુજબની માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી વિનંતી,

૧. રાજયમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરુ કરી ત્રણ માસમાં વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવામાં આવે.

૨. જ્યાં સુધી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થઈ ન જાય, ત્યાં સુધી ગ્રામ પંચાયતની ચુંટણીઓ મુલતવી રાખવામાં આવે.

૩, ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો – વિકસિત જાતિ(ઓબીસી)ના લોકોની વસ્તી પર % છે. આથી આ વર્ગ માટે સંવિધાનની જોગવાઈ તથા પ્રવર્તમાન નિયમો મુજબ મધ્યપ્રદેશમાં અમલી નીતિ મુજબ ગુજરાતમાં પણ ગ્રામ પંચાયત સહીત તમામ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ૨૭ % સીટો અનામત રાખવામાં આવશે તેવી નીતિ વિષયક જાહેરાત કરવામાં આવે.

૪, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોની વસ્તી ગુજરાતમાં 52 % થી વધુ હોવા છતાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ પછાત વર્ગના લાભાર્થીઓ માટે લાભ કરતા યોજનાઓમાં પુરતુ બજેટ ફાળવવામાં આવતું નથી. રાજ્યની 52 % વસ્તીને છેલ્લા 20 વર્ષથી બજેટમાં 1% રકમ પણ ફાળવવામાં આવતી નથી. અને ઘણા કિસ્સામાં રાજ્ય સરકારની ઉદાસીનતાના કારણે ફાળવેલ ગ્રાન્ટનો પુરતો ઉપયોગ પણ થતો નથી. જેના કારણે આ પછાત વર્ગના લોકોના વિકાસ માટેની યોજનાઓનો યોગ્ય લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોચતો નથી. આથી રાજ્યના બજેટમાં આ પછાત વર્ગના વિકાસ માટે તેમની વસ્તીને ધ્યાને લઈ, તેમની ગરીબાઈને ધ્યાને લઈ તથા તેમની જરૂરીયાતને

ધ્યાને લઈ તેમનો યોગ્ય વિકાસ થાય તે મુજબ વસ્તીના ધોરણે બજેટમાં જોગવાઈ કરવામાં આવે. ૫. છેલ્લા વર્ષોથી સરકારી કચેરીઓ, અર્ધ કચેરીઓ, બોર્ડ અને કોર્પોરેશનમાં આઉટસોર્સિંગ – કોન્ટ્રાકટ પધ્ધતિથી ભરતી કરવામાં આવે છે, જેમાં અનામતની જોગવાઈ લાગુ કરેલ ન લેવાથી આઉટસોર્સિંગ – કોન્ટ્રાકટ પધ્ધતિથી જે ભરતી કરવામાં આવે છે, તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે 27 % જગ્યા અનામત રાખવા અંગેના આદેશો કરવામાં આવે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોને અપાતો અનામતનો લાભ એ ભારતના સંવિધાને આપેલ સમાનતાના અધિકાર હેઠળ મળેલ લાભ છે. દેશના વિકાસમાં પાયાનું પ્રદાન કરતાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોને આગળ વધવાની તક આપવાથી ભારતની લોકશાહી મજબૂત બનવાની છે, આથી આપશ્રી અમારી આ માંગણી ધ્યાને લઇ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ – વિકસતી જાતિ(ઓબીસી)ને સંવિધાનની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજ્યની – ગ્રામ પંચાયતની ચુંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવા અંગે તથા બજેટમાં વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવા માટે તાત્કાલિક નિર્ણય કરવા વિનંતી છે.

lumpy virus/ લમ્પી વાયરસ નિયંત્રણ માટે પુરજોશમાં કામગીરી, 6લાખથી વધુ પશુઓનું રસીકરણ