Afghanistan/ અફઘાનિસ્તાનથી 55 શીખોને દિલ્હી લાવવામાં આવ્યા,કાબુલની સ્થિતિ સારી નથી

રવિવારે 55 અફઘાની શીખોને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ત્યાંની સ્થિતિ સારી નથી

Top Stories India
10 38 અફઘાનિસ્તાનથી 55 શીખોને દિલ્હી લાવવામાં આવ્યા,કાબુલની સ્થિતિ સારી નથી

ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ બળજબરીપૂર્વક સત્તા પ્રાપ્ત કરી હતી,ત્યારબાદ ભારતીયવંશના  શીખોની હાલત બરાબર નથી.   ભારતીય વંશના શીશો સહિત લઘુમતીઓને   પાછા લાવવાનું કામ ચાલી રહ્યું છે. રવિવારે 55 અફઘાની શીખોને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ત્યાંની સ્થિતિ સારી નથી. તેમણે લઘુમતીઓની અટકાયત અને જેલમાં તેમના વાળ કાપવાની ફરિયાદ પણ કરી હતી.

બલજીત નામના અફઘાન શીખે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ બહુ સારી નથી. મને ચાર મહિના જેલમાં રાખવામાં આવ્યો. તાલિબાનોએ અમને દગો આપ્યો છે, તેઓએ જેલમાં અમારા વાળ કાપી નાખ્યા છે. હું ભારતમાં પાછા ફરવા બદલ સરકારનો આભારી અને ખુશ છું.

અફઘાન શીખ સુખબીર સિંહ ખાલસાએ દિલ્હી પહોંચ્યા બાદ મીડિયાને કહ્યું કે, ‘અમે ભારત સરકારનો આભાર માનવા માંગીએ છીએ કે અમને તાત્કાલિક વિઝા આપવામાં આવ્યા અને અમને ભારત પહોંચવામાં મદદ કરી. આપણામાંના ઘણાના પરિવારો હજુ પણ ત્યાં જ બાકી છે. અફઘાનિસ્તાનમાં હજુ પણ 30-35 લોકો ફસાયેલા છે.