Gujarat News : એક તરફ અમદાવાદ, વડોદરા અને રાજકોટના 59 ગરબા આયોજક પાસે ફાયર NOC નથી જેને કારણે આયોજકો મઝવણમાં મુકાયા છે. બીજીતરફ સુરતમાં નવરાત્રિનું ખૂબ મોટે પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તમામ વહીવટી વિભાગો ખૂબ જ સતર્ક થઈ ગયા છે, પરંતુ હજુ આયોજકોની ઊંઘ ઊડી ન હોય એવું જણાઇ રહ્યું છે. સુરત શહેરમાં 15 જેટલાં કોમર્શિયલ આયોજન થઈ રહ્યાં છે, જે પૈકી અત્યારસુધી એકપણ આયોજક દ્વારા પોલીસની મંજૂરી લેવામાં આવી નથી, કારણ કે તેમના દ્વારા ડોક્યુમેન્ટ સબ્મિટ કરવામાં આવ્યા નથી. જ્યારે અમદાવાદમાં 45, વડોદરામાં 10 અને રાજકોટમાં 4 ગરબા આયોજક પાસે કોઇપણ પ્રકારની મંજૂરી નથી.
અમદાવાદમાં નવરાત્રિ માટે 90 અરજી ફાયરબ્રિગેડને મળી છે, જેમાં 38 જેટલી અરજીઓને ફાયર NOC આપવામાં આવ્યું છે. જ્યારે રાત્રે 8 વાગ્યા સુધીમાં બીજી 8થી 10 જેટલી NOC અપાઈ શકે છે. એને લઇને અમદાવાદમાં અંદાજિત કુલ 45 ફાયર NOC આપવામાં આવશે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા 19 જેટલી અરજીને મંજૂરી આપવામાં આવી છે. હાલ અમદાવાદમાં 19 જેટલા જ કોમર્શિયલ ગરબા આયોજકોને મંજૂરી આપવામાં આવી છે.આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ફાયર વિભાગ દ્વારા 38 ગરબા આયોજકોને NOC આપવામાં આવ્યાં છે, પરંતુ ગરબા આયોજક દ્વારા પોલીસમાં ફાયર NOC સહિત વિવિધ નિયમો મુજબ લાઇસન્સ મેળવવા માટે પ્રક્રિયા ન કરી હોવાથી હજી સુધી મંજૂરી આપવામાં આવી નથી. 19 જેટલા ગરબા આયોજન મળ્યાં હોવા છતાં પણ તેમણે પોલીસ લાઇસન્સ મેળવ્યાં નથી. જે પણ ગરબા આયોજકોએ પરવાનગી નથી લીધી તેઓ ગરબાનું આયોજન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સુરત શહેરમાં કુલ 16 જેટલા આયોજન કરવામાં આવ્યાં છે, જેમાં મોટા ડોમ તેમજ ખુલ્લા પાર્ટી પ્લોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી સૌથી મોટા આયોજકો છે અથવા વિસ્તારની અંદર તેના તમામ આયોજકોને ફાયર NOC આપી દેવામાં આવ્યાં છે. શહેરભરમાં કુલ 10 ગરબા આયોજકોને NOC અપાયાં છે. સૌથી મોટા ડોમ કે જેમાં 8000થી લઈને 30,000 જેટલા લોકો એકત્રિત થવાના છે એ તમામ નવરાત્રિ આયોજકોને NOC આપી દેવામાં આવ્યાં છે. ઉમિયાધામ મંદિર ખાતે આઠમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે 10થી 15 હજાર જેટલા લોકો એકત્રિત થતા હોય છે. જોકે તેની એક જ દિવસની મંજૂરી હોવાથી આઠમના દિવસને હજુ વાર છે, આથી તેને NOC આપવાનું બાકી છે. આ સિવાયના ખુલ્લા પ્લોટની અંદર જેમણે આયોજન કર્યું છે તે પૈકીના પાંચ પ્લોટને હજી NOC આપવામાં આવ્યાં નથી. તેમને પણ NOC આપવા માટેની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં નવરાત્રિનું આયોજન ખૂબ જ મોટે પાયે થતું હોય છે, જેમાં લાખોની સંખ્યામાં અલગ અલગ જગ્યાએ જઈને નવલી નવરાત્રિની ઉજવણી કરતા હોય છે. સુરત શહેરમાં કુલ 15 જેટલાં કોમર્શિયલ આયોજન કરવામાં આવ્યાં છે. આ આયોજકો દ્વારા હજી સુધી જે અલગ અલગ NOC લેવાનાં હોય છે એ લેવાયાં નથી અને એ તમામ NOCને પોલીસ વિભાગમાં સુપરત કરવામાં આવતાં હોય છે અને ત્યાર બાદ અંતિમ મંજૂરી આપવામાં આવતી હોય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અત્યારસુધીમાં આયોજકો દ્વારા કોઈપણ પ્રકારની ડોક્યુમેન્ટેશનની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી પૂર્ણ કરવામાં આવી નથી અને આજથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે ત્યારે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
રાજકોટમાં થયેલી અગ્નિકાંડની ઘટના બાદ સુરત શહેરના અલગ અલગ વિભાગો પણ સતર્ક થઈ ગયા હતા. જે મોટા કોમર્શિયલ આયોજકો હોય છે ત્યાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ એકત્રિત થાય છે ત્યારે તમામ પ્રકારની તૈયારી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને સ્ટેજથી લઈને લાઇટિંગ, પાર્કિંગના પણ તમામનાં NOC લેવાનાં હોય છે, પરંતુ જે-તે કન્સર્ન વિભાગ પાસેથી NOC હજી લીધાં હોય એવું જણાતું નથી. જો આયોજકો દ્વારા NOC લેવામાં આવ્યાં નહિ તો આજે રાત્રે ગરબાનું આયોજન કેવી રીતે કરી શકશે એના ઉપર એક મોટો પ્રશ્ન ઊભો થયો છે.સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, આજથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે.
પોલીસની તૈયારી થઈ ગઈ છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સુરતની અંદર ભારે વરસાદનો સામનો બધા જ કરી રહ્યા છે. સાથે સાથે મોટા નવરાત્રિના આયોજકો પણ સામનો કરી રહ્યા છે. જ્યાં સુધી તેના સ્ટ્રક્ચર તૈયાર ન થાય ત્યાં સુધી તેનોસ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિફિશિયનના કન્સર્ન ડોક્યુમેન્ટ અને ફાયર NOC, પાર્કિંગની સુવિધાઓ તૈયાર થાય પછી પોલીસ ક્લિયરન્સ આપવામાં આવશે. સાંજ સુધીમાં કોને પરમિશન મળશે અને કોને નહીં મળે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અત્યારસુધીમાં કોર્મશિયલ નવરાત્રિના એકપણ આયોજનને મંજૂરી આપી નથી. આવા 15 આયોજકો છે.
આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ નહીં ગેંગરેપ થયો છે કાર્યવાહી નહીં કરો તો આંદોલનની ચીમકી
આ પણ વાંચો:ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી
આ પણ વાંચો:વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ
