Not Set/ સુખી ડેમનાં 6 દરવાજા 30 સે.મી. ખોલાયા, નજીકનાં વિસ્તાર એલર્ટ પર

પાવીજેતપુરમાં ધમાકેદાર વરસાદ વરસતા સુખી ડેમનાં 6 દરવાજા 30 સેન્ટિમીટર ખોલી દેવાયા છે. સુખી ડેમ વિસ્તારમાં 5 ઈંચ વરસાદ ખાબકતા ડેમના દરવાજા ખોલવા પડ્યા છે. સુખી ડેમ વિસ્તારમાં વરસાદનું જોર વધતા સુખી ડેમમાં પાણીનો પ્રવાહ પણ વધવા લાગ્યો હતો, ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા હતા. દરવાજા ખોલવાનાં પગલે નીચાણવાળા વિસ્તારોનાં ગામોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. […]

Top Stories Gujarat Others
sukhi dam સુખી ડેમનાં 6 દરવાજા 30 સે.મી. ખોલાયા, નજીકનાં વિસ્તાર એલર્ટ પર

પાવીજેતપુરમાં ધમાકેદાર વરસાદ વરસતા સુખી ડેમનાં 6 દરવાજા 30 સેન્ટિમીટર ખોલી દેવાયા છે. સુખી ડેમ વિસ્તારમાં 5 ઈંચ વરસાદ ખાબકતા ડેમના દરવાજા ખોલવા પડ્યા છે. સુખી ડેમ વિસ્તારમાં વરસાદનું જોર વધતા સુખી ડેમમાં પાણીનો પ્રવાહ પણ વધવા લાગ્યો હતો, ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા હતા.

દરવાજા ખોલવાનાં પગલે નીચાણવાળા વિસ્તારોનાં ગામોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ સુખી ડેમના દરવાજા ખોલવામાં આવતા મોટી સંખ્યામાં લોકો સુખી ડેમનો નજારો જોવા પહોંચ્યા હતા.

આપને જણાવી દઇએ કે હાલ મેઘો ઉત્તર-મધ્ય ગુજરાત પર ઓળ ઘોળ હોય તેમ સર્વત્ર ધનાધન વરસી રહ્યો હોવાનાં કારણે તમામ નદીએ બે કાંઠે વહી રહી છે. તો ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે ગુજરાતમાં નર્મદા, તાપી સહિતની તમામ મોટી નદીઓમાં પુષ્કળ પાણીની આવક જોવામાં આવી રહી હોવાનાં કારણે અનેક ડેમોનાં દરવાજા સુરક્ષાનાં ભાગ રૂપે ખોલવામાં આવ્યા છે. ત્યારે સુખી ડેમમાં ભારે પાણીની આવક અને કેચમેન્ટ વિસ્તારમાં અવિરત વરસતા વરસાદનાં કારણે સુખી ડેમની જળ સપાટી ભયજનક સ્થાને પહોંચી છે.

પાવીજેતપુરમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સુખી ડેમ ના છ દરવાજા 30 સેન્ટીમીટર ખોલાયા છે. સુખી ડેમ વિસ્તારમાં વરસાદનું જોર વધતાં જ સુખી ડેમમાં પાણીનો પ્રવાહ વધવા લાગતા નીચાણવાળા વિસ્તારોનાં ગામોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. સુખી ડેમ નું હાલનું નુ રુલ લેવલ 147.18 હોય જે લેવલને પાણી ક્રોસ કરી જતા 147.56 મી. લેવલ થઈ જતા સુખી ડેમ ના 6 દરવાજા 30 સેન્ટીમીટર ખોલી 123659 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

લાંબા સમય પછી સુખી ડેમ ના દરવાજા ખોલવામાં આવતા તાલુકાની જનતા નયનરમ્ય દ્રશ્યો નિહાળવા સુખીડેમ દોડી ગઇ હતી જ્યારે રામી ડેમ 196.90 નું લેવલ ક્રોસ કરી 55 સેન્ટીમીટર ઉપરથી પાણી વહી જતું હતું.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.