Bangladesh Explosion/ બાંગ્લાદેશમાં ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ થતા 6 લોકોના મોત,30થી વધુ ઇજાગ્રસ્ત,મૃત્યુઆંક વધવાની સંભાવના

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં એક ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ઘણા લોકો જીવતા દાઝી ગયા છે.

Top Stories World
7 2 બાંગ્લાદેશમાં ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ થતા 6 લોકોના મોત,30થી વધુ ઇજાગ્રસ્ત,મૃત્યુઆંક વધવાની સંભાવના

Bangladesh Explosion:  ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં એક ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ઘણા લોકો જીવતા દાઝી ગયા છે,જ્યારે 30 વધુ લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે.આ સ્થળ પર અરાજકતાનો માહોલ છે. રાહત-બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ દક્ષિણપૂર્વ બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ શહેરથી 40 કિમી (25 માઇલ) દૂર હોવાનું નોંધાયું છે. સીતાકુંડા ઓક્સિજન પ્લાન્ટમાં શનિવારે સાંજે (4 માર્ચ) આગ લાગી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, અહીં વિસ્ફોટ બાદ આગ લાગવાને કારણે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. જો કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

સ્થાનિક વહીવટી અધિકારી શહાદત હુસૈને જણાવ્યું (Bangladesh Explosion) હતું કે ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટથી મૃત્યુઆંક વધી શકે છે કારણ કે આ વિસ્તાર દક્ષિણપૂર્વીય બંદર શહેર ચિત્તાગોંગથી 40 કિમી દૂર છે, જ્યાં તાત્કાલિક મદદ પહોંચવી મુશ્કેલ હતી. ફાયર બ્રિગેડ સેવાના એક અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ કયા કારણોસર થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. “સ્થળ પરથી છ મૃતદેહો મળી આવ્યા છે,” અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બચાવ કાર્ય ચાલુ છે.

એક પોલીસ અધિકારી નયહાનુલ બારીએ (Bangladesh Explosion) પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું કે જોરદાર વિસ્ફોટ સંભળાયો, જેનાથી બે કિલોમીટર દૂર સુધીનો વિસ્તાર હચમચી ગયો.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સીતાકુંડા ઉપજિલ્લાના કેશબપુર વિસ્તારમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટમાં સાંજે લગભગ 4.30 વાગ્યે બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. આ પછી લોકોએ આગની જ્વાળાઓ ઉછળતી જોઈ. ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ એટલી ગંભીર હતી કે તેને બુઝાવવા માટે પાંચ ફાયર ટેન્ડરોને બોલાવવા પડ્યા હતા. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

Adani/હિંડનબર્ગ રિપોર્ટ પર અદાણીને મળ્યો ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ PMનો સાથ

Political/AIMIMના વડા ઓવૈસીએ કોંગ્રેસની હાર પર જાણો શું કહ્યું….

કટાક્ષ/CM અરવિંદ કેજરીવાલે PM મોદી પર કર્યો કટાક્ષ,જાણો શું કહ્યું…

Cough Syrup Death Row/કેન્દ્રએ મેરિયન બાયોટેકનું ઉત્પાદન લાઇસન્સ રદ કરવાની કરી ભલામણ,ઉઝબેકિસ્તાનમાં કફ

Swami Nithyananda/ ભારતના ભાગેડુ બળાત્કારી નિત્યાનંદના યુએનમાં દૂત, બન્યો આર્થિક ચર્ચાનો ભાગ