Kutch/ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલે PI સહિત 6 સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભડાટ

કચ્છનાં મુન્દ્રામાં થયેલ કસ્ટોડિયલ ડેથ મામલે ભારે વિવાદ સર્જાયો હતો. ભારે હોબાળા બાદ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશનનાં PI સહિત 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ

Gujarat Others
police suspended મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલે PI સહિત 6 સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભડાટ

કચ્છનાં મુન્દ્રામાં થયેલ કસ્ટોડિયલ ડેથ મામલે ભારે વિવાદ સર્જાયો હતો. ભારે હોબાળા બાદ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશનનાં PI સહિત 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલે PI જે.એ.પઢીયારને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે.

PIની સાથે સાથે મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ(હત્યા કેસ)માં અશોક કનાડ, શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ ચુડાસમા અને દિગ્વિજયસિંહ ગોહિલ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  PI સહિતનાં 6 પોલીસ કર્મીને એક સાથે સસ્પેન્ડ કરી દેવામાં આવતા સમગ્ર રાજ્યનાં પોલીસ બેડામાં ખળભળાટ જોવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છનાં મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આરોપીની આગવી ઢબે સરભરા કરવામાં આવતા આરોપીનું પોલીસ કસ્ટોડિમાં જ મોત થયું હતું. કસ્ટોડિયલ ડેથ મામલો ભારે ઉહાપો જોવામાં આવ્યો હતો અને મરણજનાર આરોપીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો નન્યો ભણતા પરિસ્થિતિ ગરમાઇ હતી. બાદમાં જિલ્લા પોલીસવડા સાથે પરિજનો દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને જીલ્લા પોલીસવડાએ કડક પગલાની બાયંધરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.પોલીસ દ્વારા ત્યારે ત્રણ પોલીસકર્મી સામે ફરિયાદ પણ થઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…