Bollywood/ ઐશ્વર્યા રજનીકાંતના ઘરમાંથી ચોરી થયું 60 તોલા સોનુ, ફિલ્મમેકરે નોંધાવી FIR

સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતે ટેયનમપેટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. વાસ્તવમાં ઐશ્વર્યાના ઘરેથી તેના સોના અને હીરાના દાગીના ગુમ થઈ ગયા છે. આખો મામલો વાંચો

Top Stories Entertainment
ઐશ્વર્યા

દિગ્ગજ અભિનેતા રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતના ઘરેથી 60 તોલા સોનાની ચોરી થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યાએ ટેયનમપેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોતાની એફઆઈઆર (FIR)માં માહિતી આપી છે કે તેના લોકરમાંથી હીરા અને સોનાના ઘરેણા ગાયબ છે. એટલું જ નહીં, અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે આ ઘરેણાંની કુલ કિંમત 3.60 લાખ રૂપિયા છે.

નોકરોને લોકર વિશે માહિતી હતી

આપને જણાવી દઈએ કે, ટેયનમપેટ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 381 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, તેણે પોતાના ઘરેણાં લોકરમાં રાખ્યા હતા અને તેના ઘરના કેટલાક નોકરોને આ વાતની જાણ હતી. ઐશ્વર્યાએ જણાવ્યું કે તેણે છેલ્લે વર્ષ 2019માં તેની બહેન સૌંદર્યાના લગ્નમાં આ ઘરેણાંનો ઉપયોગ કર્યો હતો. લગ્ન બાદ તેણે આ દાગીના લોકરમાં રાખ્યા હતા.

આપને જણાવી દઈએ કે ઐશ્વર્યા રજનીકાંત તમિલ ફિલ્મ સ્ટાર ધનુષની પૂર્વ પત્ની છે. ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. પરંતુ હવે તે થોડા વર્ષોથી અલગ રહે છે. ધનુષ અને ઐશ્વર્યાને બે પુત્રો છે, યાત્રા રાજા અને લિંગા રાજા છે.

આ પણ વાંચો: Happy Family : કન્ડિશન્સ એપ્લાયના કલાકાર અને નિર્માતાએ અમદાવાદ શહેરની મુલાકાત લીધી

આ પણ વાંચો: ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા સુપરસ્ટાર રામ ચરણ, ફિલ્મ નિર્માતાએ ફોટા શેર કરીને ટુકડે ટુકડે ગેંગ પર સાધ્યું નિશાન

આ પણ વાંચો:MC સ્ટેનને મળી મારવાની ધમકી, રેપર શોની વચ્ચેથી ભાગ્યો

આ પણ વાંચો:‘બાળ કલ્યાણ’ નફાકારક પ્રવૃત્તિ માટે હોતું નથીઃ રાણી મુખર્જીની ફિલ્મ અંગે નોર્વેનો જવાબ

આ પણ વાંચો:આખરે, કેમ આ ગાયકના દીવાના થયા પીએમ મોદી, આ રીતે કર્યા વખાણ: જુઓ વીડિયો