12th std result/ ધોરણ 12 સાયન્સનું 2023નું 65.58 ટકા પરિણામ, ગયા વર્ષ કરતાં ઘટ્યું

ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. આ પરિણામ 65.58 ટકા આવ્યું છે. આમ આ પરિણામ ગયા વર્ષે આવેલા 72.02 ટકાના પરિણામની તુલનાએ 6.44 ટકાનો ઘટાડો દર્શાવે છે.

Top Stories Gujarat
12th Science Result ધોરણ 12 સાયન્સનું 2023નું 65.58 ટકા પરિણામ, ગયા વર્ષ કરતાં ઘટ્યું

ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. 12th Science result આ પરિણામ 65.58 ટકા આવ્યું છે. આમ આ પરિણામ ગયા વર્ષે આવેલા 72.02 ટકાના પરિણામની તુલનાએ 6.44 ટકાનો ઘટાડો દર્શાવે છે. ગણતરીની મિનિટોમાં બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. થોડા જ સમયમાં ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થશે.

ધોરણ 12ના સાયન્સના પરિણામમાં હળવદ કેન્દ્ર 90.41 ટકા સાથે ટોચના ક્રમે ઉભરી આવ્યું છે. 12th Science result જ્યારે લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે જિલ્લાવાર જોઈએ તો સૌથી વધુ 83.22 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ આવ્યું છે.

આ વર્ષે પેપરો અઘરા હતા

ધોરણ 12ના પરિણામના પગલે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે પેપર ગયા વર્ષ કરતાં અઘરા હતા. 12th Science result અમે ખૂબ જ મહેનત કરી હતી, છતાં પણ પરિણામને લઈને થોડો ખેદ તો છે. આ વખતે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું ખૂબ જ હાર્ડ પેપર હતું. તેથી વિદ્યાર્થીઓમાં આનંદની સાથે થોડો ખેદ પણ હતો.

પરિણામ મેળવવા વોટ્સએપ

આ વર્ષે પરિણામ મેળવવા વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. 12th Science result તેમા વોટ્સએપ નંબર 6357300971 પર સીટ નંબર મેસેજ કરવાથી પરિણામ મેળવી શકો છો. જો કે મેના પહેલા સપ્તામાં જ પહેલી જ વખત ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. આમ ગુજરાત સ્થાપના દિનની જોડે આવેલું પરિણામ કેટલાય વિદ્યાર્થીઓની કારકિર્દીનો પાયો બની શકે છે.

પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1,25,563

માર્ચ-2023 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ 140 કેન્દ્રો ઉપર 1,26,624 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી 1,25,563 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,10,229 નોંધાયા હતા, તે પૈકી 1,10,042 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી 72,166 પરીક્ષાર્થી “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર” થયેલ છે. રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા આવ્યું છે. દાયકામાં પ્રથમ વખત મેના પહેલા અઠવાડિયામાં રિઝલ્ટ આવ્યું છે. સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ખાનગી બોર્ડે આ વખતે સખ્તાઇથી શિક્ષકોને વહેલું રિઝલ્ટ બનાવવા આદેશ આપ્યા હતા.

બોર્ડની વેબસાઈટ gseb.org પર પણ જાહેર થશે

ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર સીટ નંબરના આધારે પરિણામ મેળવી શકાશે. આ ઉપરાંત પ્રથમ વખત બોર્ડની પરીક્ષામાં વ્હોટ્સએપના આધારે પરિણામ મળી શકાશે.

 

આ પણ વાંચોઃ નવી દિલ્હી/ GST કલેક્શન તોડ્યા તમામ રેકોર્ડ, પ્રથમ વખત રૂ. 1.87 લાખ કરોડને પાર

આ પણ વાંચોઃ Politics/ કર્ણાટકની ચૂંટણી તમારા વિશે નથી: રાહુલ ગાંધીએ પીએમ પર કર્યા પ્રહારો

આ પણ વાંચોઃ જોબ માર્કેટ/ આગામી પાંચ વર્ષમાં ભારતીય જોબ માર્કેટમાં 22 ટકા ફેરફારઃ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ