Not Set/ 68 દિવસથી લોક થયેલા બહાર નિકળવા થનગની રહ્યા છે, ત્યારે પોરબંદરમાં વધુ 2 કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ

પોરબંદરમાં વધુ 2 કોરોનાં પોઝિટિવ કેસ સામે આવતા  ફફડાટ વ્યાપ્યો છે. જી હા એક તરફ કોરોનાનાં કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનને હળવુ કરવામાં આવતા 68 દિવસથી પાંજરે પુરાયેલા લોકો બહાર નીકળવા થનગની રહ્યા છે અને તે જ સમયે આ વિસ્તારમાં કોરોના પોતાનો પ્રરાસવ કરવા મથી રહ્યો હોવાનું અને પ્રસરવમાં સફળ રહ્યાનું સામે આવતા લોકોની ચિંતા […]

Gujarat Others
f7025e6ed1c2788ca6982d0c779b576c 68 દિવસથી લોક થયેલા બહાર નિકળવા થનગની રહ્યા છે, ત્યારે પોરબંદરમાં વધુ 2 કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ

પોરબંદરમાં વધુ 2 કોરોનાં પોઝિટિવ કેસ સામે આવતા  ફફડાટ વ્યાપ્યો છે. જી હા એક તરફ કોરોનાનાં કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનને હળવુ કરવામાં આવતા 68 દિવસથી પાંજરે પુરાયેલા લોકો બહાર નીકળવા થનગની રહ્યા છે અને તે જ સમયે આ વિસ્તારમાં કોરોના પોતાનો પ્રરાસવ કરવા મથી રહ્યો હોવાનું અને પ્રસરવમાં સફળ રહ્યાનું સામે આવતા લોકોની ચિંતા વધી છે.  

જી હા, પોરબંદરનાં કુતિયાણાનાં વૃધ્ધને કોરોનાં પોઝિટિવ આવ્યો છે. તો અમર ગામે રહેતી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનુંં પણ સામે આવી રહ્યું છે. આ બન્ને લોકો થોડા દિવસો પૂર્વે મુંબઇ થી પરત આવ્યા હોવાની ટ્રેવેલ્સ હિસ્ટ્રી સામે આવી છે.  બનેં કોરોના પોઝિટિવ દર્દીઓની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનેં દર્દી  હાલ પોરબંદર કોવિડ હોસ્પિટલનાં આઇસોલેટેડ વોડમાં સારવાર હેઠળ છે. 

આજે બે નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા પોરબંદર પંથકમાં અત્યાર સુધીમાં 12 કોરોનાં કેસ નોંધાયા છે. જો કે, પોરબંદરમાંથી 49 જેટલા સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં આ બે લોકોનાં સેમ્પલ પોઝિટિવ આવ્યા હોવાથી લોકોમાં કોરોના હજુ પણ પ્રસરે તેવો ફફડાય જોવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….