Not Set/ ફિલિપાઈન્સમાં 7.1ની તીવ્રતાનો મહાભૂકંપ, સુનામીની ચેતવણી

બુધવારે રાત્રે ફિલિપાઇન્સનાં મિંદનાઓ ટાપુમાં ભૂકંપનાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રાત્રે 11:16 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 નોંધાઈ હતી.

Top Stories World
ફિલિપાઈન્સ
  • ફિલિપાઈન્સમાં મહાભૂકંપના અહેવાલ
  • ફિલિપાઈન્સમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ
  • ભારે તીવ્રતાને લીધે હચમચ્યો કાંઠા વિસ્તાર
  • ફિલિપાઈન્સના દરિયાકાંઠે અનુભવાયો ભૂકંપ
  • સિસ્મોલોજી એક્સપર્ટ્સની સુનામીની ચેતવણી
  • ફિલિપાઈન્સના દાવાઓના કાંઠે સુનામીનો ડર

બુધવારે રાત્રે ફિલિપાઇન્સનાં મિંદનાઓ ટાપુમાં ભૂકંપનાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રાત્રે 11:16 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 નોંધાઈ હતી. આ ભૂકંપની ઉંડાઇ 49 કિમી માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર ઇન્ડોનેશિયાનાં સુલાવેસીથી 695 કિમી ઉત્તર-પૂર્વ હતું. અમેરિકી સુનામી ચેતવણી પ્રણાલીએ ભૂકંપને કારણે સુનામીની ચેતવણી જારી કરી છે.

1 15 ફિલિપાઈન્સમાં 7.1ની તીવ્રતાનો મહાભૂકંપ, સુનામીની ચેતવણી

આ પણ વાંચો – First Private Luxury Train / 25 અબજના ખર્ચે બનશે પ્રથમ ખાનગી લકઝરી ટ્રેન, જૂઓ તેની ખાસિયતો ફોટા સાથે

ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિનાં નુકસાનનાં અહેવાલ મળ્યા નથી. ઓક્ટોબર 2013 માં ફિલિપાઇન્સમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. બોહોલ ટાપુ પર 7.2 ની તીવ્રતાનાં ભૂકંપમાં 220 લોકો માર્યા ગયા હતા. યુનિસેફ અનુસાર, આ ભૂકંપમાં આશરે 3.5 લાખ લોકો વિસ્થાપિત થયા હતા અને 50,000 ઘરો નાશ પામ્યા હતા.

આ પણ વાંચો – Burj Khalifa Emirates Ad / વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો

પૃથ્વી મુખ્યત્વે ચાર સ્તરોથી બનેલી છે. આંતરિક કોર, બાહ્ય કોર, આવરણ અને ક્રસ્ટ. ક્રસ્ટ અને ઉપલા મેન્ટલ કોરને લિથોસ્ફેયર તરીકે ઓળખવામાં આવે છે. આ 50 કિમી જાડા સ્તરને ઘણા વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. આને ટેક્ટોનિક પ્લેટ કહેવામાં આવે છે. આ ટેક્ટોનિક પ્લેટો તેમના સ્થાને હલતી રહે છે. જ્યારે આ પ્લેટ વધારે હલવા લાગે છે, ત્યારે તેને ભૂકંપ કહેવાય છે. આ પ્લેટો આડા અને ઉભા એમ બંને જગ્યાએથી હલી શકે છે. આ પછી, તે સ્થિર રહેતી વખતે તેની જગ્યા શોધે છે, જે દરમ્યાન એક પ્લેટ બીજી પ્લેટની નીચે આવે છે.

1 14 ફિલિપાઈન્સમાં 7.1ની તીવ્રતાનો મહાભૂકંપ, સુનામીની ચેતવણી

ભૂકંપનાં કિસ્સામાં રક્ષણ કેવી રીતે કરવું?

1- ભૂકંપનાં આંચકા અનુભવો, તેવુ જ, મજબૂત ટેબલ નીચે બેસો અને તેને ચુસ્તપણે પકડી રાખો.
2- ઝટકા ચાલુ રહે અથવા તમને ખાતરી છે કે તમે સુરક્ષિત રીતે બહાર નીકળી શકો છો, ત્યાં સુધી બેઠા રહો.
3- જો તમે ઉંચી ઇમારતમાં રહો છો, તો બારીથી દૂર રહો.
4- જો તમે પથારીમાં છો, તો ત્યાં રહો અને તેને ચુસ્તપણે પકડી રાખો. તમારા માથા પર ઓશીકું રાખો.